આજના આધુનિક યુગમાં પોર્નોગ્રાફીના મૂળ એટલા ઊંડા છે કે તે ઈન્ટરનેટના માધ્યમથી દરેકના હાથમાં આ એલડલ્ટ કન્ટેન્ટ પહોંચી ગયું છે. એક રિપોર્ટ મુજબ 11થી 16 વર્ષની વયના 53 ટકા યુવા એડલ્ટ કન્ટેન્ટથી પ્રભાવિત છે. આજના યુગમાં ઈન્ટરનેટથી એક બે ક્લીક કરો અને તમને જોઈતી તમામ માહિતી તમારા હાથમાં હોય છે. તેના ઘણા ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. ખાસ કરીને યુવાનો માટે ઈન્ટરનેટ ઓક્સિજન સમાન બની ગયું છે. તેમને નાની જરૂરિયાતો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડે છે. જેથી સાવધાની ન રાખો તો આ આશીર્વાદ સમાન ઈન્ટરનેટ તમારા બાળકોને અંધાકરમાં પણ ધકેલી શકે છે.
કેમ વધી રહ્યું છે પોર્નોગ્રાફીનું પ્રમાણ?
આજના સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી પોર્નોગ્રાફીના મૂળ ખુબ ઉંડે સુધી પહોંચી ગયા છે. નાના હોય કે મોટા તમામ એક ક્લીકથી પોતાના મોબાઈલમાં એડલ્ટ કન્ટેન્ટ એક્સેસ કરી શકે છ. ત્યારે એક તારણ મુજબ 11થી 16 વર્ષની વયના 53 ટકા યુવાનો તેનાથી પ્રભાવિત છે. એડલ્ટ કન્ટેન્ટના ઉપયોગમાં ભારત પણ પાછળ નથી. પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોચના 30 દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે. ત્યારે સવાલ થાય કે દુનિયામાં કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? આ યાદીમાં ભારત કયા નંબર પર છે?
નંબર -1 પર આવે છે ફિલિપાઇન્સ
વિશ્વમાં સૌથી વધુ પોર્ન જોનારા દેશોની યાદીમાં વર્ષ 2023માં ફિલિપાઇન્સ ટોચ પર હતું. પોર્નહબના એક અભ્યાસ મુજબ ફિલિપિનોએ 2021માં અન્ય દેશોના લોકોની સરખામણીમાં સૌથી વધુ પોર્ન કન્ટેન્ટ જોયું. ફિલિપાઇન્સના લોકો જાપાન, ફ્રાન્સ, નેધરલેન્ડ, યુક્રેનના લોકો કરતાં પોર્ન જોવામાં વધુ સમય પસાર કરે છે. અહીંના લોકો ઈન્ટરનેટ પર એક વખતમાં સરેરાશ 11 મિનિટ 31 સેકન્ડ સુધી પોર્ન ફિલ્મો જુએ છે.
નંબર- 2 પર આવે છે પોલેન્ડ
ઈનસાઈડર મંકીના રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં પોર્ન ફિલ્મો જોવાની યાદીમાં પોલેન્ડ વિશ્વના ટોપ 30 દેશોમાં બીજા સ્થાને હતું. પોલેન્ડ સપ્ટેમ્બર 1998માં કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફીને કાયદેસર કરવામાં આવી છે. જો કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય સામગ્રી આપવી અથવા બતાવવી ગેરકાયદેસર છે. આ સિવાય હિંસા અને બળાત્કારના દ્રશ્યો સાથે પોર્ન ફિલ્મ બનાવવી પણ ગેરકાયદેસર છે. જો કે એડલ્ટ કન્ટેન્ટ જોવામાં પોલેન્ડના લોકો પાછળ નથી.
ભારતનો કેટલામાં નંબર છે?
2023ના ડેટા મુજબ પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોપ 30 દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વધતા જાતીય ગુનાઓ પાછળ પોર્નોગ્રાફી મુખ્ય કારણ છે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના ઘણા લોકો તેનો ભોગ બને છે. જેથી ભારત સરકારે પણ તેના IT કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફી સામે પગલાં લીધાં છે.
એડલ્ટ કન્ટેન્ટમાં અમેરિકા નથી પાછળ
વર્ષ 2024માં પોર્નહબ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ મુજબ પોર્ન જોવાના મામલે અમેરિકના લોકો સૌથી વધુ હતા. અમેરિકાના લોકોએ પોર્નહબ સાઇટની સૌથી વધુ મુલાકાત લીધી હતી. અહીં સાઇટની મુલાકાત લેનારા લોકોની સંખ્યા 3,171 મિલિયન હતી. જ્યારે ઇન્ડોનેશિયામાં 765 મિલિયન લોકોએ પોર્નહબ સાઇટની મુલાકાત લીધી હતા. બ્રાઝિલ, ફ્રાન્સ, ફિલિપાઈન્સ, જાપાન અને કેનેડાના લોકો પર પોર્ન સાઈટની વિઝિટ કરવામાં પાછલ ન હતા. આ યાદીમાં 284 મિલિયન લોકોએ પોર્નહબ સાઈટની મુલાકાત લઈ ભારત 9માં ક્રમ પર રહ્યું હતું.





