Home Gujarat Policeman Attacked In Vadodara For Intervening In A Domestic Dispute Scuffle With 112team Personnel

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?” : વડોદરામાં ઘરેલુ ઝઘડામાં વચ્ચે પડેલી પોલીસ પર હુમલો, 112 ટીમના જવાનો સાથે ઝપાઝપી

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?”
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:55 PM IST

Vadodara News: વડોદરામાં ઘરેલુ ઝઘડાની ફરિયાદને લઈ સમાધાન કરવા પહોંચેલી પોલીસ ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવતા કાયદો-વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે. તરસાલી હાઈવે નજીક આવેલી એક સોસાયટીમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલા ઝઘડાને પગલે 112 ઇમર્જન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ 112 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી.

માહિતી મુજબ સોસાયટીમાં પિતા અને પુત્ર વચ્ચે કોઈક બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ મામલો વધુ ન વધે તે માટે પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચતા બંને પક્ષને સમજાવી મામલો શાંત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી અને ત્યાં હાજર કેટલાક લોકોએ પોલીસના બે જવાનો સાથે ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે. ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે થયેલી આ ધક્કામુક્કીથી થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના દરમિયાન ત્યાં હાજર એક પોલીસ કર્મી દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો. જણાવ્યા મુજબ વીડિયો બનાવવામાં આવતા કેટલાક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને વીડિયો રેકોર્ડિંગ કરનાર પોલીસ કર્મીને પણ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા વધારાની પોલીસ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી અને સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

પોલીસે આ સમગ્ર બનાવની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસ પર હુમલો તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાના મુદ્દે સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now