Home Gujarat Police Make Major Revelations After Arresting Terrorist Faizan

આતંકવાદી કૃત્ય કરનાર ફૈઝાનને દબોચ્યા બાદ પોલીસે કર્યા મોટા ખુલાસા : પિસ્તોલ, ઇસ્લામીક ઝંડો, જિહાદી વીડિયા, ઉશ્કેરણીજનક સાહિત્ય, શંકાસ્પદ વસ્તુઓ કરાઈ જપ્ત

આતંકવાદી કૃત્ય કરનાર ફૈઝાનને દબોચ્યા બાદ પોલીસે કર્યા મોટા ખુલાસા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 27, 2026, 11:01 AM IST

ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) સતત દેશવિરોધી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહ્યું છે. ત્યારે ATSને બાતમી મળી હતી કે, મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલાના વતની અને હાલ નવસારીના ઝારાવાડ વિસ્તારમાં રહી દરજી કામ કરતા ફૈઝાન નામના ઈસમે યુ.પી.ના કેટલાક જાણીતા યુવાનો ઉપર હથિયારોથી હુમલા કરી જાનથી મારી નાખી આતંક ફેલાવવાનું તેમજ જેહાદ મારફતે કાશ્મીરને ભારત દેશથી છૂટા પાડવાનું કાવતરૂ રચ્યું છે અને આ કાવતરૂ પાર પાડવા માટે તેણે ઘાતક હથિયાર એકત્રિત કરેલો છે. જે અંગે એ.ટી.એસ. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓએ આ બાબતે તપાસ કરી ગુન્હાહિત જણાઇ આવેથી કાયદેસર કાર્યવાહી કરી હતી

ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યો

ATSને ટીમે ફૈઝાન નામના ઈસમ દ્વારા ઉપયોગમાં લેવાતી એક સંદિગ્ધ ઇન્ટાગ્રામમ પ્રોફાઇલ al.faizangaza મળી આવેલ. જે અંગે વધુ ટેકનીકલ એનાલીસીસ કર્યા બાદ એ.ટી.એસ.ના ટીમે દ્વારા ગુપ્ત રાહે તપાસ કરતા ઉપરોક્ત બાતમીવાળો ઈસમ ફૈઝાન હાલમાં બાતમી હકીકતવાળા વિસ્તારમાં હાજર હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે આ તપાસમાં નવસારી પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને બાતમી હકીકતવાળા વિસ્તારમાં રેડ કરતા ઉપરોક્ત ફૈઝાન નામનો ઈસમ મળી આવેલ. જેણે પોતાનું પૂરું નામ ફૈઝાન સ/ઓ શકીલ સલમાની, ઉ.વ.22, રહે.હાલ: ઝારાવાડ, અશા મસ્જીદ પાસે, નવસારી સીટી તથા મૂળ રહેવાસી. ગામ: નરપતનગર, પોસ્ટ: ડુંડાવાલા, તા.સુઆર, જી.રામપુર, ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવા મળ્યું હતું. ત્યારબાદ પકડાયેલ ઈસમ ફૈઝાનને વધુ પૂછપરછ અર્થે નવસારી એસ.ઓ.જી કચેરી ખાતે લાવવામાં આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનની ઝડતી દરમ્યાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) તથા અલ-કાયદા (AQ)ની વિચારધારાને સમર્થન આપનાર ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યા હતા.

પોલીસને શંકાસ્પદ શું વસ્તુઓ મળી આવી હતી?

1. એક ફોટેગ્રાફ, જેમાં લાલ કિલ્લા ઉપર ત્રિરંગાની જગ્યાએ કાળા કપડાનો ઇસ્લામીક ઝંડો છે, તેમજ આ ફોટાની નીચેના ભાગે અંગ્રેજીમાં AL FAIZANCHOUDHARY લખેલો છે.

2. એક ભારતીય ઉપખંડ તથા આજુબાજુના વિસ્તારનો નકશો છે તેમજ ભારતનો કાશ્મીર સિવાયનો વિસ્તાર કાળા રંગનો છે તેમા વચ્ચેના ભાગે અરબી ભાષામાં લખાણ લખેલ છે તથા કાશ્મીરના ભાગે કથિત આઝાદ કાશ્મીરનો ઝંડો છે.

3. એક ફોટામાં સફેદ અક્ષરે અંગ્રેજીમાં લખેલ છે કે Of India in "Delhi The death of all these names written is very close, And we will show you how to kill them" Inshallah અને કેટલાક ઈસમોના નામ લખેલ.

4. એશીયાનો નકશો છે જેમા મથાળે અંગ્રેજીમાં 2026 Overview Muslim Territories Currently Under Kuffar Occupation લખેલ છે.

5. પકડાયેલ ઈસમનો ચહેરો ઢાંકેલ અને આંગળી ઊંચી કરેલ અલ-જિહાદ' લખાણવાળો ફોટો મળી આવ્યો છે. જેમાં તેણે પયગંબર સાહેબની ગુસ્તાખી કરનારાઓના ફોટા પાડી રાખ્યા છે' અને તેઓને 'કૂતરાની મોતે મારીશું' તેવી ગંભીર ધમકી આપી છે.

6. એક દુનિયાના નકશાના બેક ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ અરબી ભાષામાં લખાણ લખેલ છે તેમજ વચ્ચે પુથ્વિનો ગોળો છે જેની ઉપરના ભાગે બ્લેક ઇસ્લામીક ઝંડો છે તેની નીચે અરબી અગર ઉર્દુ ભાષામાં કંઇક લખેલ છે તથા તેની નીચે અંગ્રેજીમાં Hizb ut-Tahrir લખેલ છે.

7. કેટલીક વ્યક્તિઓના ફોટા છે, જેઓના મોઢા ઉપર ગોળ રાઉન્ડ કરેલ છે.

8. મોહમદ અબુ બકર સાથેની ચેટ, જેમા આતંકવાદી કરાતુલ્લા ઘોરીનો ઉશ્કેરણી જનક વિડિયો તેમજ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમદના મિડિયા સેલ દ્વારા પ્રસારીત કરેલા ઉશ્કેરણી જનક વિડીયો તેમજ ઉર્દુ ભાષામાં ઉશ્કેરણી જનક બયાનની ઓડિયો ફાઇલ સામેલ છે.

આરોપી પાસેથી પિસ્તોલ પણ મળી આવી

પકડાયેલ ઈસમ ફૈઝાનના કબ્જામાંથી 01 પિસ્તોલ તથા 06 લાઈવ સઉન્ડ મળી આવેલી છે. આ ઉપરાંત અરબી તથા ઉર્દૂ જેવી લિપિમાં લખાયેલ લખાણ તથા ફોટા ધરાવતા કુલ 29 પાનાનું શંકાસ્પદ સાહિત્ય મળી આવેલો છે. તેમાં યુવાનોને ગેરમાર્ગે દોરતું અને જિહાદ' માટે ઉશ્કેરણી કરતું અત્યંત વાંધાજનક લખાણ હોવાનું સામે આવ્યું છે. આ સાહિત્યમાં મુખ્યત્વે "શા માટે અલ-કાયદા? (Why Al-Qaeda?) જેવા શીર્ષકો હેઠળ આતંકવાદી વિચારધારાને સમર્થન આપતું અને પ્રતિબંધિત સંગઠનો તરફ આકર્ષિત કરતું સાહિત્ય મળી આવેલો છે. પકડાયેલ ઈસમ ફૈઝાનને ઉપરોક્ત બાબતે પંચો રૂબરૂ પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે, તે છેલ્લા 6-7 મહિનાથી વોટ્સએપ. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા 'મોહમ્મદ અબુ બકર નામના શખ્સના સંપર્કમાં હતો. આશરે ત્રણ મહિના પહેલા તે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી 'al faizangaza' મારફતે એક ગૃપમાં જોડાયો હતો. આ ગૃપમાં જે ઈસમોએ કથિત રીતે પયગંબર સાહેબની ગુસ્તાખી કરી હતી. તેમના ફોટા અને નામ વાયરલ કરી તેમને મારી નાખવા (હત્યા કરવા) માટે ઉશ્કેરવામાં આવેલ અને યોજના બનાવેલ. આ માહિતી ફૈઝાને અન્ય લોકોને પણ ફોરવર્ડ કરી હતી.

સોશિયલ મીડિયામાં ગંભીર જિહાદી વીડિયો

વધુમાં, ફૈઝાન તથા અબુ બકર ટેલિગ્રામ પર મૌલાના મસૂદ અઝહર તથા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ'ના ઉશ્કેરણીજનક બયાન સાંભળી તેને અનુસરતા હતા. ફૈઝાને કેટલાક રેડીકલ ગૃપમાંથી મળેલ મોલાના મસૂદ અઝહર અને મુક્તી અબ્દુલ રૌફ અસગરના જિહાદી વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. ફૈઝાનના કબજામાંથી મળી આવેલા ગેરકાયદેસર પિસ્તોલ અને લાઈવ કારતુસો અંગે પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે, આ હથિયાર તે આશરે છ મહિના પહેલાં જ્યારે પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયેલ. ત્યારે ત્યાંના એક અજાણ્યા ઈસમ પાસેથી મેળવ્યા હતા. આ હથિયાર રાખવા પાછળનો તેનો મુખ્ય હેતુ એવા ઈસમોને નિશાન બનાવવાનો હતો, જેમણે પયગંબરની શાનમાં ગુસ્તાખી કરી હોય. આવા ઈસમોની ઓળખ કરી તેમના પર ફાયરિંગ કરી. તેમની હત્યા (Targeted Killing) કરવાનું એક ભયાનક કાવતરું તેણે ઘડયું હતું.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પકડાયેલ ઈસમ ફૈઝાન શકિલ તથા વોન્ટેડ આરોપી મોહમ્મદ અબુ બકર નાઓએ ભારત સરકાર તથા ભારતીય નાગરિકો વિરુદ્ધ જેહાદી હિંસાત્મક કૃત્યો કરવાની મનશા સાથે, જૈશ-એ-મોહમદ અને અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનોથી પ્રેરિત થઈ, ચોક્કસ ધર્મસમુદાયમાં ભય અને આતંક ફેલાવવાનો ગુનાહિત કાવતરુ રચેલો છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતીય સંઘથી અલગ પાડવા માટે સશસ્ત્ર બળવો અને જેહાદ અંગે લોકોમાં ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરેલ હોવાનું પણ સામે આવ્યું છે. જે અનુસંધાને એ.ટી.એસ. ગુજરાત ખાતે અનલોકુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ઉપરોક્ત કાવતરામાં સંડોવાયેલ અન્ય ઇસમો વિરુદ્ધ વધુ તપાસ ચાલુમાં છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 23 એપ્રિલે,ગોવિંદભાઈ પરમારના નિધનને કારણે ખાલી પડી હતી બેઠક

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત: બે યુવકોના મોત; ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બની સાબિતી

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું": અમદાવાદ વિમાન દુર્ઘટના પર અમેરિકન એજન્સીનો મોટો દાવો

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું"

સુરતમાં હેવાનિયત છલકાઈ!: ઉમરપાડામાં સગીર યુવતી પર 5 નરાધમોએ કર્યો ગેંગરેપ

સુરતમાં હેવાનિયત છલકાઈ!

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!: લસુંદ્રાથી માતાની ઠાકરસી રબારીને અપીલ, 'મારી દીકરી પાછી લાવો'

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!

વડોદરામાં LPGની કોઈ અછત નથી!: દૈનિક જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર ઉપલબ્ધ, જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરી વિગતો

વડોદરામાં LPGની કોઈ અછત નથી!

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત: હોટલ ઉદ્યોગ સંકટમાં, વેપારીઓને ફરી 'માટીના ચૂલા'નો આશરો લેવાની નોબત

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત
Play Video

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ: ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ બોટલમાં ભરતો ટેમ્પો ચાલક 30 સિલિન્ડર સાથે ઝડપાયો

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ
Play Video

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ: તિરંગાનું અપમાન અને સ્ટેડિયમમાં અશોભનીય વર્તનનો આરોપ

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ
Play Video

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક: ન જેવી બાબતે યુવક પર ચાકુથી જીવલેણ હુમલો, વીડિયો વાયરલ

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો: ધારાસભ્ય હિટલરશાહી ચલાવતા હોવાનો કાર્યકરોનો બળાપો, અમદાવાદ ભાજપના વ્હોટ્સએપ મેસેજ વાયરલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર: LPG અછતથી 3500થી વધુ એકમો ઠપ્પ!

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ: સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!: વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ: સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ