Home International Pok Assembly Election 2026 First Phase Voting

PoKમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આજે, 13 બેઠકો પર મતદાન : 45 બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે

Polling underway in Pakistan-occupied Kashmir election
Image Credit: AI
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 27, 2026, 09:59 AM IST

PoKમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આજે, 13 બેઠકો પર મતદાન

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. કુલ 45 બેઠકો માટે ચૂંટણી 3 તબક્કામાં યોજાઈ રહી છે. પાકિસ્તાની ચૂંટણી પંચે સુરક્ષા સ્થિતિ અને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર મતદાનનો નિર્ણય લીધો છે.

આજે ક્યાં બેઠકો પર મતદાન?

ચૂંટણી કાર્યક્રમ મુજબ આજે 27 જુલાઈએ મીરપુર ડિવિઝનની 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારબાદ 2 ઓગસ્ટે મુઝફ્ફરાબાદ ડિવિઝનની 9 બેઠકો અને પાકિસ્તાનમાં રહેતા શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો પર મતદાન થશે. અંતિમ તબક્કામાં 10 ઓગસ્ટે પૂંછ ડિવિઝનની 11 બેઠકો પર મતદાન યોજાશે.

વિરોધ પ્રદર્શનો વચ્ચે ચૂંટણી

PoKમાં છેલ્લા ઘણા મહિનાથી મોંઘવારી, વીજળીના વધેલા બિલ, સરકારી નીતિઓ અને રાજકીય દખલગીરી સામે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આંદોલનનું નેતૃત્વ જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JKJAAC) કરી રહી છે. પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો સાથે અથડામણના બનાવો પણ સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવા અને સંચાર સેવાઓ પર પ્રતિબંધના આક્ષેપો પણ થયા છે.

12 શરણાર્થી બેઠકો પર વિવાદ

ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા 12 શરણાર્થી બેઠકોને લઈને છે. આ બેઠકો પાકિસ્તાનમાં રહેતા એવા લોકો માટે અનામત છે, જેઓ વર્ષો પહેલા કાશ્મીરમાંથી સ્થળાંતર કરી ગયા હતા. સ્થાનિક સંગઠનો અને JKJAACનો આરોપ છે કે આ બેઠકોના કારણે સ્થાનિક મતદારોના પ્રભાવમાં ઘટાડો થાય છે અને ચૂંટણી પરિણામો પર કેન્દ્ર સરકારનો પ્રભાવ વધી શકે છે.

ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક

PoKના ચૂંટણી કમિશનર ગુલામ મુસ્તફા મુઘલના જણાવ્યા મુજબ, મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાની તૈનાતી કરવામાં આવી છે.

ભારતે ફરી નોંધાવ્યો વિરોધ

ભારત સતત કહે છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર વિસ્તાર, જેમાં PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે, ભારતનો અભિન્ન ભાગ છે. ભારતે PoKમાં યોજાતી ચૂંટણી સામે અગાઉની જેમ આ વખતે પણ વિરોધ નોંધાવ્યો છે અને આ ચૂંટણીને માન્યતા આપી નથી.

આ પણ વાંચો: 145 કિમીની ઝડપે ફૂંકાયો પવન, 150થી વધુ ફ્લાઇટ્સ રદ | દક્ષિણ ચીનમાં ત્રાટક્યું વિનાશક 'નોઉલ' વાવાઝોડું! ભારે પૂર અને ભૂસ્ખલનમાં 10નાં મોત | Offbeat Stories

માનવાધિકાર મુદ્દે પણ ઉઠ્યા સવાલ

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે PoKમાં હિંસા અને મોતની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. નિષ્પક્ષ તપાસ અને લોકોના અધિકારોના રક્ષણની માંગ પણ કરવામાં આવી છે.

2021માં PTIએ બનાવી હતી સરકાર

આગળની વિધાનસભા ચૂંટણી 2021માં યોજાઈ હતી, જેમાં ઇમરાન ખાનની પાર્ટી PTIએ 45માંથી 25 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. ત્યારબાદ રાજકીય ફેરફારો વચ્ચે અનેક વખત વડાપ્રધાન બદલાયા અને હાલમાં PPPના ફૈસલ મુમતાઝ રાઠોડ PoKના વડાપ્રધાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now