Home Gujarat Poaching Of Kunj Karkara Birds Exposed In Dwarka

કુંજ-કરકરા પક્ષીઓના શિકારનો પર્દાફાશ : 9 મૃત કુંજ પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો, જામીન નામંજૂર

કુંજ-કરકરા પક્ષીઓના શિકારનો પર્દાફાશ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 04, 2026, 11:22 AM IST

Kunj-Karkara Bird Hunting: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972(સુધારા અધિનિયમ 2022)ની અનુસૂચિ-1 હેઠળ સંરક્ષિત કુંજ-કરકરા (Domesticated Crane) પક્ષીઓના શિકારના ગંભીર ગુનામાં વનવિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં શિકાર કરાયેલ 9 કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

કુંજ પક્ષીઓના સંગઠિત શિકારના ગુનાને નાબૂદ કરવા માટે વિશેષ કામગીરી

મુખ્ય વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગર આર. સેન્થીલકુમાર તથા નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગર પ્રસાદ રવિ રાધાકૃષ્ણ દ્વારા જિલ્લામાં વન્યજીવ શિકારની પ્રવૃત્તિ અટકાવવા માટે આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર મદદનીશ વન સંરક્ષક એ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર, મરીન નેશનલ પાર્ક, દ્વારકા એન.પી. બેલા દ્વારા બાતમીદારોનું મજબૂત નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. કુંજ પક્ષીઓના સંગઠિત શિકારના ગુનાને નાબૂદ કરવા માટે વિશેષ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અજાણ્યા ઇસમો કુંજ પક્ષીઓના શિકાર માટે પહોંચ્યા

આ દરમિયાન તા. 02-01-2026ના રોજ ખાનગી બાતમી મળી હતી કે દ્વારકા તાલુકાના માયાસર તળાવ વિસ્તારમાં અજાણીયા ઇસમો કુંજ પક્ષીઓના શિકાર માટે પહોંચ્યા છે. બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારા માયાસર તળાવ તથા આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

બુલેટ મોટરસાયકલ પર ત્રણ ઇસમો ભાગતા નજરે પડ્યા

તા. 03-01-2026ના રોજ સવારે આશરે 08:30 વાગ્યાના સમયે માયાસર તળાવ નજીકના રસ્તેથી બુલેટ મોટરસાયકલ પર ત્રણ ઇસમો ભાગતા નજરે પડ્યા હતા. વનવિભાગની ટીમ દ્વારા પીછો કરી રેલ્વે ફાટક નજીક મોટરસાયકલને અટકાવવામાં આવ્યું હતું, જો કે બુલેટ પર પાછળ બેઠેલો ઇબ્રાહીમ નામનો ઇસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

સરકારી પંચો રૂબરૂ ઝડપી લેવામાં આવ્યો

ત્યારબાદ વનવિભાગ દ્વારા રૂપેણબંદર વિસ્તારમાં છાપો મારી છપરા ચોક, રૂપેણબંદર ખાતેથી આરોપી ઇબ્રાહીમ અકબર ભેસલીયાને સરકારી પંચો રૂબરૂ ઝડપી લેવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે આરોપીને માયાસર તળાવ ખાતે લઈ જવામાં આવતા તેણે શિકાર કરાયેલ 9 કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો શોધી આપ્યા હતા.

દ્વારકા દ્વારા વન ગુનાનો પ્રથમ અહેવાલ

શિકાર કરાયેલ કુંજ-કરકરા પક્ષીઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ સંરક્ષિત જાહેર કરવામાં આવ્યા હોવાના કારણે કાયદાનો સ્પષ્ટ ભંગ થતો હોય, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, દ્વારકા દ્વારા વન ગુનાનો પ્રથમ અહેવાલ નં. 01/2025-26 તા. 03-01-2026ના રોજ નોંધવામાં આવ્યો છે. હાલ આ શિકારના સંગઠિત અપરાધમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટે આગળની તપાસ ચાલુ છે.

નામદાર અદાલતે આરોપીની જામીન નામંજૂર કરી

આરોપીને તા. 04-01-2026ના રોજ એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતી, દ્વારકાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર અદાલતે આરોપીના જામીન નામંજૂર કરી તેને જિલ્લાજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે. આ કાર્યવાહી બાદ ઓખામંડળ અને દ્વારકા તાલુકા વિસ્તારમાં શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં ભયનો માહોલ સર્જાયો છે.

પકડાયેલ આરોપી ઇબ્રાહીમ અકબર ભેસલીયા

આ કેસમાં ફરિયાદી તથા તપાસ અધિકારી તરીકે એન.પી. બેલા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, મરીન નેશનલ પાર્ક, દ્વારકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી ઇબ્રાહીમ અકબર ભેસલીયા, ઉંમર 26 વર્ષ, જાતે મુસ્લિમ, ધંધો માછીમારી, રહે. કમાલ ચોક, રૂપેણબંદર, તાલુકો દ્વારકા, જિલ્લો દેવભૂમિ દ્વારકાનો રહેવાસી છે.

બનાવનું સ્થળ માયાસર તળાવ, દ્વારકા–નાગેશ્વર હાઇવે આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન નંગ 9 કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો કબ્જે લેવામાં આવ્યા છે.

કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી

આ સમગ્ર કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.કે. પંડિત તેમજ વનવિભાગના સ્ટાફ એસ.જી. કણજારીયા, એચ.એસ. ડાંગર, કે.એન. ભરવાડ, પી.ડી. કંડોરીયા, છગનભાઈ ગોઠેશ્વર, વિનોદભાઈ ડાભી, માયાભાઈ માતંગ, બિજલભાઈ નાગેશ અને કિશનભાઈ માતંગ સહિતના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં: જાણો વંદે ભારત ટ્રેનની સંપૂર્ણ માહિતી

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી: 7 મો માળ ખાલી કરાવ્યો, પોલીસ-બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક તપાસ

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video