Breaking News: આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી. પાકિસ્તાનના આતંકીઓ સામે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતવાસીઓને પ્રધાનમંત્રી મોદીનું આ પહેલું સંબોધન હશે. જેમાં પીએમ મોદી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ, સીઝફાયર કેમ કરવામાં આવ્યું? હવે ભારતીય સેના અને ભારત સરકાર આગળ શું સ્ટેપ લઈ શકે છે તે તમામ મુદ્દાઓ પર વાત કરી શકે છે. ઉલ્લેખનીય છેકે, આ સંબોધન ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ કરારના થોડા દિવસો પછી થઈ રહ્યું છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં 100 આતંકવાદીઓ અને 40 પાકિસ્તાની સૈન્ય સૈનિકો માર્યા ગયા.
'ઓપરેશન સિંદૂર' શરૂ થયા પછી પહેલી વાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્ર પરના તમામ લશ્કરી હુમલાઓ બંધ કરવા માટે પરસ્પર કરાર થયાના બે દિવસ પછી થશે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા બાદ આ યુદ્ધવિરામ થયો હતો.
ભારતે 7 મેના રોજ સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કાર્યવાહી દરમિયાન, ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા અને 40 પાકિસ્તાની સૈન્ય સૈનિકો માર્યા ગયા. 'ઓપરેશન સિંદૂર'માં, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા કેમ્પોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા.






