Home Education/Career Pm Vikas Bharat Rozgar Yojana Sarkari Yojana Update

PM Vikas Bharat Rozgar Yojana : PM-VBRY: 1 ઓગસ્ટથી કેન્દ્ર સરકાર લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો કોને મળશે લાભ

PM Vikas Bharat Rozgar Yojana
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2025, 07:52 AM IST

PM Vikas Bharat Rozgar Yojana Sarkari Yojana Update: જો તમે નોકરીની શોધમાં છો, તો તમારા માટે મોટી ખુશખબરી છે. ભારત સરકાર 1 ઓગસ્ટ, 2025થી નવી 'પ્રધાનમંત્રી વિકાસશીલ ભારત રોજગાર યોજના (PM-VBRY)' લાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત આગામી બે વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓ સર્જવાનું લક્ષ્ય છે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય:

કેન્દ્ર સરકારે દેશમાં રોજગાર વધારવા અને યુવાનોને સ્વરોઝગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે PM-VBRYને મંજૂરી આપી છે. શ્રમ મંત્રાલય અનુસાર, આ યોજના 1 ઓગસ્ટ, 2025થી શરૂ થઈને 31 જુલાઈ, 2027 સુધી અમલમાં રહેશે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર નોકરીઓ ઊભી કરવો નહીં પણ સમાવિષ્ટ અને પર્યાવરણને અનુકૂળ રોજગાર ઊભા કરવાનો છે.

યોજના માટે કુલ ફાળવાયેલ ખર્ચ:

કુલ ખર્ચ: ₹99,446 કરોડ

લક્ષ્ય: 3.5 કરોડ નોકરીઓ

નવા કર્મચારીઓ: 1.92 કરોડ લોકો પહેલા વખત કાર્યબળમાં જોડાશે

PM-VBRYના બે ભાગ – શું છે ખાસ વાત?

ભાગ A: પ્રથમ વખત કામધંધામાં જોડાતા કર્મચારીઓ માટે

EPFO સાથે નવી નોંધણી કરાવનારા કર્મચારીઓને લાભ

માસિક પગાર ₹15,000 સુધી હોવો જરૂરી

EPF ફાળો બે હપ્તામાં ચુકવાશે

પ્રથમ હપ્તો – 6 મહિનાની સેવા પછી

બીજો હપ્તો – 12 મહિનાની સેવા + નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂરું કર્યા પછી

કુલ લાભ: માસિક પગારનો હિસ્સો સરકારી રીતે ચુકવાશે

ભાગ B: નવો સ્ટાફ ભરતી કરતા એમ્પ્લોયર માટે-

₹1 લાખ સુધીના પગારવાળા કર્મચારીઓ માટે પ્રોત્સાહન

દરેક નવા કર્મચારી માટે માસિક ₹3000 સુધી સહાય – 2 વર્ષ સુધી

ખાસ પ્રોત્સાહન ઉત્પાદન ક્ષેત્રમાં ભરતી માટે

આ યોજનાની રકમનો ભાગ ચોક્કસ સમયગાળા માટે બચત સાધન અથવા ખાતામાં રાખવામાં આવશે

કોને મળશે લાભ?

જે લોકો પહેલા વખત કામદંધામાં જોડાશે

પગાર ₹1 લાખથી ઓછો હશે

EPFOમાં નવી નોંધણી કરાવનારાઓ

નાણાકીય સાક્ષરતા તાલીમ પૂર્ણ કરનારાઓ

નવો સ્ટાફ ભરતી કરતી સંસ્થાઓ, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની

PM-VBRYની શરુઆત અને સમયગાળો-

શરૂઆત: 1 ઓગસ્ટ, 2025

અંતિમ તારીખ: 31 જુલાઈ, 2027

કુલ સમયગાળો: 2 વર્ષ

'પ્રધાનમંત્રી વિકાસશીલ ભારત રોજગાર યોજના' (PM-VBRY) ભારત સરકારની એક મહત્વાકાંક્ષી પહેલ છે જે માત્ર રોજગાર ઊભો કરે છે નહીં, પણ નાણાકીય શિસ્ત અને દેશના ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો આ યોજના તમારું ભવિષ્ય બદલાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now