દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને સાથે ભાજપનો 27 વર્ષનો વનવાસ પુરો થયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે વર્ષો સુધી દિલ્લીની ધુરા રહ્યા બાદ હવે ફરી ભાજપના હાથમાં આવી ગઈ છે. દિલ્લીના દિલમાં ભાજપ છે એ સ્પષ્ટ થતા પ્રધાનમંત્રી મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું. દિલ્લીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના મોટા નેતાઓ હારી ગયા છે. દિલ્લીની જનતાએ AAPને જાકારો આપ્યો હોય તેવી સ્થિતિ છે. ત્યારે પ્રધાનમંત્રીએ પ્રચંડ જીત અપાવવા બદલે દિલ્લીની જનતાનો આભાર માન્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લીના મુખ્યાલય પહોંચ્યા. જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ભારત માતા કી જય, યમુના મૈયા કી જાયના નારા સાથે પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરી,. પીએમ મોદી એ કહ્યું કે, આજે દિલ્લીમાં ઉત્સાહ અને સુકૂન છે, દિલ્લી આપ-દા મુક્ત થઈ છે. મે દિલ્લીના લોકોને અપીલ કરી હતી કે, ભાજપને સેવાનો મોકો આપો. હું દિલ્લીના તમામ પરિવારોને મોદીની ગેરંટી પર ભરોસો કરવા માટે નમન કરું છું. દિલ્લી ખૂબ જ પ્રેમ આપ્યો છે. અમે તેનું ઋણ દિલ્લીનો વિકાસ કરીને ચુકવીશું.
કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "દિલ્હીના વાસ્તવિક માલિક ફક્ત અને ફક્ત જનતા છે. જેમને માલિક હોવાનો ગર્વ હતો તેઓ સત્યનો સામનો કરી ચૂક્યા છે. દિલ્હીના જનાદેશે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે રાજકારણમાં શોર્ટકટ અને જૂઠાણા માટે કોઈ સ્થાન નથી. જનતાએ શોર્ટકટને શોર્ટ સર્કિટ કર્યા છે. દિલ્હીના લોકોએ મને ક્યારેય નિરાશ કર્યો નથી. તેમણે મને 2014, 2019 અને 2024માં ભવ્ય જીત અપાવી."






