Home International Pm Shahbaz Sharif Is Responsible For The Terror In Pahalgam Pakistani Veteran Reprimanded Him

‘આતંકીઓને પનાહ આપો છે...’ : પહેલગામમાં આતંક મચાવવા માટે PM શાહબાઝ શરીફ જવાબદાર! પાકિસ્તાની દિગ્ગજને ઠપકો

‘આતંકીઓને પનાહ આપો છે...’
Published by: OBS Bureau
Last Updated: Apr 24, 2025, 03:45 PM IST

Danish Kaneria Pahalgam Terror Attack: 22મી એપ્રિલની બપોરે પહેલગામની સુંદર ખીણો લોહીથી લથબથ થઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના નજારા માણવા આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસના યુનિફોર્મમાં આવેલા ક્રૂર લોકોએ ધર્મ વિશે પૂછીને એક પછી એક પ્રવાસીઓને મોતની શાશ્વત ઊંઘમાં સુવડાવી દીધા.

28 નિર્દોષ લોકો માર્યા ગયા અને લગભગ 17 લોકો હજુ પણ પોતાનો જીવ બચાવવા માટે લડી રહ્યા છે. સમગ્ર ભારત દેશ બદલાની આગમાં સળગી રહ્યો છે અને સર્વત્ર રોષ છે. પાકિસ્તાનના પૂર્વ સ્પિન બોલર દાનિશ કનેરિયાએ પણ આ કાયરતાપૂર્ણ હુમલાની આકરી નિંદા કરી છે. કનેરિયાએ પહેલગામમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાનના જ વડાપ્રધાન શાહબાઝ શરીફને ભીંસમાં મૂક્યા છે.

કનેરિયાએ શરીફને જવાબદાર ગણાવ્યા
પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વન-ડે રમનાર ડેનિશ કનેરિયાએ પોતાના એક્સ એકાઉન્ટ પર ટ્વીટ કરીને પહેલગામ હુમલાની નિંદા કરી હતી. તેણે લખ્યું, "જો પહલગામમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા ન હતી, તો શા માટે પીએમ શાહબાઝ શરીફે અત્યાર સુધી તેની નિંદા નથી કરી? તમારી સેના અચાનક હાઈ એલર્ટ પર કેમ છે?

કારણ કે તમે અંદરથી પણ સત્ય જાણો છો કે આતંકવાદીઓને આશ્રય આપનાર તમે જ છો. તમને શરમ આવવી જોઈએ." સુરક્ષા એજન્સીઓએ પહેલગામમાં આતંક મચાવનારા ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હતા, જ્યારે અન્ય બે આતંકવાદીઓ કાશ્મીરના હતા.



હાફિઝે પણ કર્યું ટ્વિટ
મોહમ્મદ હાફીઝે પણ પહેલગામમાં થયેલા હુમલા અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, "હું આ હુમલાથી દુઃખી અને દિલગીર છું." પહેલગામમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ખાસ કરીને પુરુષોને નિશાન બનાવ્યા હતા. લોકોને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું, અને કેટલીક જગ્યાએ પ્રવાસીઓને તેમના પેન્ટ ઉતારવાની ફરજ પડી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને કલમા પાઠ કરવા કહ્યું અને જે પણ એવું કરવામાં નિષ્ફળ ગયા તેને તરત જ ગોળી મારી દેવામાં આવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video