Home International Pm Narendra Modi France Visit After Rafale India Is Going To Get 3 Hunter Killer Submarines

પીએમની ફ્રાન્સની મુલાકાત રંગ લાવી : રાફેલ પછી હવે મળશે હંટર કિલર સબમરીન

પીએમની ફ્રાન્સની મુલાકાત રંગ લાવી
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2025, 05:45 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકા પહોંચી ગયા છે પરંતુ તે પહેલાં તેઓ ફ્રાન્સની મુલાકાતે હતા જ્યાં તેઓ AI એક્શન સમિટમાં સહઅધ્યક્ષ દેશની અધ્યક્ષતા કીર ચુક્યા છે. ફ્રાન્સની મુલાકાત દરમિયાન સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ ઊર્જા અને તકનિકી સહકારની દ્રષ્ટિએ ભારત માટે મહત્વપૂર્ણ હતી. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈમાં વધુ ત્રણ ફ્રેન્ચ-ડિઝાઇન સ્કોર્પિન-ક્લાસ 'હન્ટર-કિલર' સબમરીનના નિર્માણમાં પ્રગતિ થઈ છે.

ભારત પહેલેથી જ છ સ્કોર્પિન સબમરીનનું સંચાલન કરે છે. હવે વધુ ત્રણ સબમરીન ભારતમાં બનાવવામાં આવશે, જેમાં 60% ટેકનોલોજી મેડ-ઇન-ઇન્ડિયા હશે. આ સોદાની અંદાજિત કિંમત 36,000 કરોડ રૂપિયા છે. સબમરીનમાં એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે, જે તેમને લાંબા સમય સુધી પાણીમાં રહેવાની ક્ષમતા આપશે.

26 રાફેલ ફાઇટર જેટ ડીલ
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ લડાકુ વિમાન ખરીદવાની યોજના છે. આ વિમાનોને આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે, જેનાથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે.

મિસાઇલ અને સંરક્ષણ ટેકનોલોજીમાં સહકાર
ભારત અને ફ્રાન્સ મિસાઇલ, હેલિકોપ્ટર અને જેટ એન્જિન પર સાથે મળીને કામ કરશે. ફ્રાન્સે ભારતને પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરની શક્યતા પર વિચાર કરવાની ખાતરી આપી હતી.

અવકાશ અને પરમાણુ ઊર્જા સહકાર
બંને દેશો અવકાશ અને નાગરિક પરમાણુ ઊર્જામાં સહયોગ વધારવા માટે પણ સહમત થયા છે. ભારતના 10 સ્ટાર્ટ અપ્સને ફ્રાન્સમાં કામ કરવાની તક મળશે.

બંને દેશો વચ્ચે આરોગ્ય અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક