Home International Pm Modis Big Statement Military Conflict Alone Will Not Solve The Problem

"માત્ર યુદ્ધથી કંઈ ઉકેલાશે નહીં..." : US-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન

"માત્ર યુદ્ધથી કંઈ ઉકેલાશે નહીં..."
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 10:18 AM IST

PM Modi statement: પીએમ મોદીએ કહ્યું: ભારત અને ફિનલેન્ડ બંને કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. અમે સહમત છીએ કે કોઈ પણ મુદ્દો ફક્ત લશ્કરી સંઘર્ષ દ્વારા ઉકેલી શકાતો નથી – પછી ભલે તે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ). અમે સંઘર્ષોને સમાપ્ત કરવા અને શાંતિ પ્રાપ્ત કરવાના દરેક પ્રયાસને સમર્થન આપતા રહીશું.

યુએસ-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું: "અમે એ વાત પર પણ એકમત છીએ કે વિશ્વભરની સંસ્થાઓમાં સુધારો ફક્ત જરૂરી જ નથી પણ વધતા જતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે પણ આવશ્યક છે. આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતા છે."આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે મધ્ય પૂર્વમાં યુએસ-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. આ યુદ્ધને 6 દિવસ વીતી ગયા છે અને અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાની નૌકાદળ પર મોટા હુમલા કર્યા છે, જેમાં હિંદ મહાસાગરમાં સબમરીન હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ આઈરિસ દેના ડૂબી ગયું છે. અમેરિકાએ ઈરાનના હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું હોવાનો દાવો કર્યો છે અને નૌકાદળને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

ભારત-ફિનલેન્ડ સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો

આ સંઘર્ષમાં આયાતુલ્લાહ અલી ખામેની સહિત ટોચના નેતાઓના મૃત્યુ બાદ ઈરાને નવા સર્વોચ્ચ નેતા તરીકે ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને પસંદ કર્યા છે. યુએસ-ઈઝરાયલી લડાકુ વિમાનોએ ઈરાનમાં રાષ્ટ્રપતિ કાર્યાલય, સરકારી સંસ્થાઓ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના મુખ્યાલય પર ભારે બોમ્બમારો કર્યો છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ભારત-ફિનલેન્ડ સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું: "આ ભાગીદારી AIથી 6G ટેલિકોમ, સ્વચ્છ ઉર્જાથી લઈને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધીના ઘણા હાઇ-ટેક ક્ષેત્રોમાં અમારા સહયોગને વેગ આપશે." ભારતની સ્થિતિ સ્પષ્ટ છે – શાંતિ, સંવાદ અને રાજદ્વારી દ્વારા જ વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શક્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now