PM Modi Ahmedabad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આજે એટલે કે, 25 અને 26 ઓગસ્ટ બે દિવસીય ગુજરાત પ્રવાસે રહેશે. આપને જણાવીએ કે, આજે 25મી ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ નિકોલ ખાતે લોકાર્પણ અને જાહેર સભાના કાર્યક્રમમાં હાજરી આપશે. જેના પગલે વહીવટી તંત્ર અમદાવાદ શહેર ભાજપ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, નિકોલમાં PM મોદી સભા દોઢ કિમીનો રોડ શો યોજશે.
PM મોદીનો રોડ શો યોજાશે
નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. જેના પગલે સમગ્ર રોડ ઉપર તિરંગા અને ઓપરેશન સિંદૂરના હોર્ડિંગસ તેમજ બેનરો લગાવવામાં આવ્યા છે. સાથો સાથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથો સાથ સમગ્ર અમદાવાદમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ખોડલધામ મેદાન, નિકોલ' જાહેરસભાને લઈ ડાયવર્ઝન
અમદાવાદ શહેરમાં આજે તા.25 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન ઉપસ્થિતિમાં 'ખોડલધામ મેદાન, નિકોલ' ખાતે એક જાહેરસભાનો કાર્યક્રમ થનાર હોય જે કાર્યક્રમ દરમિયાન કેટલાક માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
1. એમ.એસ.સ્કુલ ચાર રસ્તા થઈ રાજચંદ્ર સોસાયટી ચાર રસ્તા થી મેન્ગો સિનેમા ચાર રસ્તા થઇ દેવસ્ય સ્ટેટસ ફલેટ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી રિંગરોડ ભક્તિ સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે
2. રિંગરોડ ભક્તિ સર્કલ થી દેવસ્ય સ્ટેટસ ફલેટ ત્રણ રસ્તા થઇ રસપાન ચાર રસ્તા થઈ ડી-માર્ટ ચાર રસ્તા થઇ હરીદર્શન ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે
3. ઓમકાર પ્લાઝા ચાર રસ્તા થઈ ગજાનંદ હાઇટસ થઇ શાયોના એન્કલેવ ચાર રસ્તા થઇ ખોડલફાર્મ ચાર રસ્તા થઇ દેવસ્ય સ્કુલ ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે
તા.25/8/2025ના કલાક 14.00 થી 22.00 સુધી અમલ કરવાનો રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
1. એમ.એસ.સ્કુલ ચાર રસ્તા થઇ વિઠ્ઠલપ્લાઝા ત્રણ રસ્તા થઇ દેહગામ રિંગરોડ સર્કલ થઇ દાસ્તાન સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે
2. દાસ્તાન સર્કલ થઈ ભક્તિ સર્કલ થઇ નિકોલ કઠવાડા ચાર રસ્તા થઇ અમર જવાન સર્કલ થઇ રામરાજ્ય ચોક થઈ ગંગોત્રી સર્કલ થઇ શુકન ચાર રસ્તા સુધીના માર્ગનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે
શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
PM મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, ત્યારે અમદાવાદના કાર્યક્રમોને લઈ પોલીસ દ્વારા જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન" જાહેર કર્યું છે. જે દરમ્યાનમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/ પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER) સહિતના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો અમલ સમયમર્યાદાને આધિન રહીને તા.25/08/2025ના કલાક 14.00 થી 22.00 સુધી અમલ કરવાનો રહેશે.






