Home International Pm Modi Us Visit Trump Trade Defense Energy Cooperation Also Know How Indian Welcome Prime Minister

વૉશિંગટનમાં પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ : ચાલુ વરસાદે પણ ચાહકો મોદીને જોવા રોકાયા

વૉશિંગટનમાં પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2025, 05:21 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાન્સની સફળ મુલાકાત બાદ તેમની આગામી સફર અમેરિકા તેઓ પહોંચી ગયા છે. પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા, જ્યાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. જ્યારે પ્રધાનમંત્રી ઉતર્યા ત્યારે ઝરમર વરસાદ વચ્ચે લહેરાતો ત્રિરંગો તેમનું સ્વાગત કરતો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદીની આ પહેલી મુલાકાત છે. વોશિંગ્ટનમાં જોઇન્ટ એન્ડ્રુઝ બેઝ પર પ્રધાનમંત્રી મોદીનું આગમન થયું. હળવા ઝરમર વરસાદ અને ત્રિરંગો તેમજ અમેરિકન ધ્વજ લહેરાવવાની વચ્ચે પીએમ મોદીનું વિમાન ઉતર્યું હતું. ઠંડા પવન અને વરસાદમાં પણ ભારતીય સમુદાયે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

પીએમ મોદીની મુલાકાત

પીએમ મોદી અમેરિકાની રાજધાનીની મધ્યમાં સ્થિત રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસમાં રોકાયા છે. મુલાકાત દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહયોગ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત, H1B વિઝા, આતંકવાદ વિરોધી, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને યુ. એસ.માં છુપાયેલા ગેંગસ્ટર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

ટ્રમ્પના નિર્ણય પર PM મોદીનો વળતો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ વૈશ્વિક વેપારમાં ઘણી ઉથલપાથલ સર્જી છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની પ્રાથમિકતા ભારત વિરુદ્ધ અમેરિકાની કોઈપણ પ્રકારની નકારાત્મક કાર્યવાહીને રોકવાની રહેશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિના પ્રયાસો ચાલી રહ્યા છે, તેથી બંને દેશો વચ્ચે ચર્ચા આ સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ રહેશે.

ભારતીય સમુદાયનું સ્વાગત

પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાજર રહ્યા. વરસાદ હોવા છતાં ભારતીય સમુદાયે પીએમ મોદીની એક ઝલક જોવા માટે રાહ જોઈ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક