Home International Pm Modi Us Visit Elon Musk Meets Narendra Modi Know All About Shivon Zilis

મોદી-મસ્કની મુલાકાત દરમિયાન હતી એક મહિલા : કોણ છે આ મહિલા?

મોદી-મસ્કની મુલાકાત દરમિયાન હતી એક મહિલા
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2025, 05:56 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક સાથે મુલાકાત કરી. તે સમયે મસ્ક તેમના બાળકો સાથે આવ્યા હતા. આ બેઠક બ્લેયર હાઉસમાં થઈ હતી જ્યાં તેમણે પીએમ મોદી સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન એક મહિલા પણ ત્યાં હાજર હતી જેમનું ભારત સાથે તેમનું વિશેષ જોડાણ છે.

આ મહિલા બીજું કોઈ નહીં પણ ઈલોન મસ્કની પાર્ટનર શિવોન જિલિસ છે. 39 વર્ષીય શિવોન જિલિસનો જન્મ કેનેડામાં થયો હતો અને તેમની માતા શારદા ભારતીય છે, જ્યારે તેમના પિતા રિચાર્ડ જિલિસ કેનેડિયન છે. ભારત સાથે તેમના મહત્વપૂર્ણ સંબંધો છે. જિલિસ મસ્કના બ્રેન-ચિપ સ્ટાર્ટઅપ ન્યુરાલિંકમાં ઓપરેશન અને વિશેષ પ્રોજેક્ટના નિર્દેશક તરીકે કામ કરે છે.

શિવોન જિલીસ વિશે આ જાણવું જરૂરી

અગાઉ 2017 અને 2019ની વચ્ચે ટેસ્લામાં પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને સેમ ઓલ્ટમેનના ઓપન AIના સલાહકાર રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ બ્લૂમબર્ગ બીટાની ટીમના સ્થાપક સભ્ય હતા, જ્યાં તેમણે ઘણા રોકાણોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જિલિસને 2015 માં ફોર્બ્સની અંડર 30 વેન્ચર કેપિટલિસ્ટ્સની યાદિમાં નામ આપવામાં આવ્યું હતું અને લિંક્ડઇનના 35 અંડર 35માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેમણે ઈલોન મસ્ક સાથે સંબંધ હોવાનું નથી સ્વીકાર્યું.

જોકે મસ્ક અને જિલિસે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, અહેવાલો અનુસાર બંનેના ગાઢ સંબંધન છે. ટ્વિન્સ-એઝ્યુર અને સ્ટ્રાઇડર-નો જન્મ 2021માં થયો હતો, અને તે જ વર્ષે મસ્ક અને ગ્રિમ્સના બીજા બાળકનો જન્મ થયો હતો. જિલિસ મોટાભાગે લોકોની નજરથી દૂર રહી છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં તે મસ્ક સાથે અનેક વખતે જોવા મળી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક