Home Gujarat Pm Modi Spoke After Inaugurating Atmp Facility In Sanand

"સાણંદ તે ધરતી છે જે માટી ને પણ સોનું બનાવી દે..." : સાણંદમાં ATMP સુવિધાના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી

"સાણંદ તે ધરતી છે જે માટી ને પણ સોનું બનાવી દે..."
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 01:32 PM IST

PM Modi Gujarat visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે છે. મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ પહોંચી ગયા છે. જ્યાં તેમણે ભવ્ય રોડ- શોનું આયોજન કર્યું હતું, ત્યાર બાદ માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કર્યું.

ATMP સુવિધાના ઉદ્ઘાટન બાદ જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદી બોલ્યા, વિશ્વની સૌથી મોટી અને સફળ AI સમિટ બાદ આપણે અહીં વધુ એક ઐતિહાસિક પડાવના સાક્ષી બનીએ છીએ. AI સમિટે આખી દુનિયાને ભારતના AI સામર્થ્યથી પરિચિત કરાવી, ત્યારે આજનો આ દિવસ ટેકનોલોજી લીડરશિપને લઈને ભારતના કમિટમેન્ટનું વધુ એક પ્રમાણ છે.

ઘણા લાંબા સમયની વાત નથી, માત્ર 10-11 વર્ષ પહેલા ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા ખૂબ જ ઓછા સર્કલ્સમાં થતી હતી. જ્યારે ટેકનોલીજીની વાત આવતી હતી તો વધુમાં વધુ આપણી ચર્ચા IT સર્વિસની આજુબાજુ જ રહેતી હતી અને આજે જુઓ સોફ્ટવેર માટે ઓળખાતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાને સશક્ત બનાવી રહ્યું છે, એમ વડાપ્રધાન બોલ્યા.

સાણંદનો પોતાનો કિસ્સો જણાવતા બોલ્યા PM, "સાણંદના આ આખા ક્ષેત્ર સાથે મારો વિશેષ લગાવ રહ્યો છે. સાણંદ એ ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. આ હું તમને મારા અનુભવથી બતાવું છું.

વધુમાં વડાપ્રધાન બોલ્યા, મે મારી આંખોની સામે સાણંદને બદલતુ જોયુ છે. એક નાનકડા કસબાએ ગ્લોબલ મેપમાં તેનુ સ્થાન બનાવી લીધુ છે. મેં માત્ર એક રૂપિયાનો મેસેજ કર્યો હતો રતન ટાટાને.. જેમા લખ્યુ હતુ સ્વાગતમ… બસ વિચારો માત્ર એક રુપિયાનું ઈનવેસ્ટમેન્ટ અને આજે સાણંદ ક્યાં પહોંચી ગયુ. વિચારી લો એક ગુજ્જુ શું-શું કરી શકે છે.

મે માત્ર એક રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે. સાણંદને મે માત્ર એક કાર ફેક્ટરીમાંથી દેશનું સૌથી મોટુ ઓટોમોબાઈલ હબ બનતા જોયુ છે. એક કંપનીના આવવાથી અહીં રોજગારી ને રોકાણ બંને વધ્યા છે. મને પુરો વિશ્વાસ છે કે સાણંદ સેમિકન્ડક્ટરમાં પણ પોતાનો અલગ ઈતિહાસ લખશે, એમ વડાપ્રધાને કહ્યું.

વડાપ્રધાન આગળ બોલ્યા, "એક સમય હતો જ્યારે હું બસથી અહીં આવતો અને સાયકલ પર અહીંની ગલીમાં ફરતો રહેતો હતો. મેં મારી નજર સામે સાણંદને બદલતું જોયું છે. એક જમાનાનું એક ગામ આજે એક મોટા શહેરમાં કન્વર્ટ થઈ રહ્યું છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now