Home International Pm Modi Speech At Bihar About Pahalgam Terror Attack Offbeat Stories

PM Modi on Terror Attack in Pahalgam : "ઉન્હેં મિટ્ટીમેં મિલાને કા સમય આ ગયા હૈ, આતંકીઓ કો ઉનકી કલ્પના સે ભી બડી સજા મિલેગી"

PM Modi on Terror Attack in Pahalgam
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 24, 2025, 10:17 AM IST

બિહારના મધુબનીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પહેલીવાર પહેલગાલ આતંકી હુમલા અંગે નિવેદન આપ્યું છે. જેમાં પીએમ મોદીએ પહેલાં અંગ્રેજીમાં વાત કરીને દુનિયાને આતંકવાદ મુદ્દે ભારતના મિજાજનો પરિચય આપી દીધો છે. ત્યાર બાદ હિન્દીમાં વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, "ઉન્હેં મિટ્ટીમેં મિલાને કા સમય આ ગયા હૈ, ઉન્હેં કલ્પના સે ભી બડી સજા મિલેગી". આમ બિહારની ધરતી પરથી પ્રધાનમંત્રીએ મોદીએ આતંકવાદને કોઈપણ રીતે સાંખી નહીં લેવાય તેવા સંકેત આપીને ગર્જના કરી દીધી  છે.


પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યું છેકે, ભારત આતંકીઓને આ હરકતનો જડબાતોડ જવાબ આપશે. આતંકીઓ અને તેમના આકાઓની કમર તોડી નાંખવામાં આવશે. હજુ જલ્દી જ આતંકીઓ અને પહેલાગામ હુમલાનું જેમણે ષડયંત્ર કર્યું છે તેમને વળતો જવાબ મળી જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ પહેલગામ હુમલાને દેશની આત્મા પર થયેલો હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. આતંકીઓને શોધી શોધીને મારવામાં આવશે. આતંકના આકાઓની કમર તોડવામાં આવશે. 

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કહ્યુંકે, પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પુર હુમલો કરીને આતંકીઓએ કાયરતાનું પ્રદર્શન કર્યું છે. દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાનું દુષ્સાહસ કર્યું છે. હવે તેમની બચેલી જમીન પણ માટીમાં મેળવી દેવાનો સમય આવી ગયો છે. આતંકી હુમલાનું ષડયંત્ર કરનારાઓને પણ ટૂંક સમયમાં જવાબ મળી જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now