સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને હંગામો પણ ખૂબ જ થઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કર્યું અને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે સવાલો કર્યો હતા તેના તમામના પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપ્યો. સાથે જે તેમની સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી.પ્રધાનમંત્રીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ લીધા વિના એક બાદ એક અનેક કવિતાઓની પંક્તિઓ સંભળાવી.
કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસને લઈને પીએમ મોદીએ કહ્યું કે, તેમની પાસેથી સૌનો સાથ, સૌનો વિકાસની કલ્પના કરવી યોગ્ય નથી. આ તેમની કલ્પનાની બહારની વાત છે. આટલો મોટો પક્ષ પરિવારને સમર્પિત થઈ ગયો છે. એટલે તેમના માટે સૌનો સાથ સૌનો વિકાસ સંભવ જ નથી. કોંગ્રેસ રાજનીતિનું એક એવું મોડેલ તૈયાર કર્યું છે જેમાં જૂઠાણા, ફરેબ, ભ્રષ્ટાચાર અને કૌભાંડો હતા. અહીં ઘાલમેલ હોય શકે છે પરંતુ સૌનો સાથ સૌનો વિકાસ અને તાલમેન ન હોય શકે.
કોંગ્રેસના કલ્ચર પર બોલ્યા પીએમ
પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસના કલ્ચર પર પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકાળમાં અટકવું, ભટકવું અને લટકવું કલ્ચર બની ગયું હતું. કોને પ્રોજેક્ટ કરવાનું છે, કોને લટકાવવાનું છે તેનું એક ત્રાજવું રાખવામાં આવતું હતું. અમે તેમાંથી મુક્તિ મેળવવા માટે પ્લેટફોર્મની વ્યવસ્થા કરી છે અને હું ખુદ તેનું મોનિટરિંગ કરું છું.
આડકતરી રીતે આકરા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે મહાનુભાવોને હાથકડી લગાવવામાં આવી હતી. રાજવી પરિવારના આરામ માટે જેલો ભરાઈ ગઈ હતી. ભારતના લોકોની શક્તિ જ હતી કે તેમને ઝૂકવું પડ્યું અને કટોકટી હટાવી લેવામાં આવી. તેમણે કહ્યું કે માનનીય ખડગે જી તમારી સામે કવિતા સંભળાવતા રહે છે અને અધ્યક્ષ જી, તમે પણ તેનો ખૂબ આનંદ માણતા રહો છો. મેં પણ ક્યાંક એક શેર વાંચ્યું હતું કે ખડગેજી કવિતાઓ સંભળાવી રહ્યા હતા અને તેઓ જે કંઈ કહી રહ્યા હતા, તમે પણ તેમને વિનંતી કરી હતી કે કૃપા કરીને તમને જણાવો. ખડગેજીએ વિચાર્યું હશે કે તેઓ ત્યાં બોલી શકતા નથી, આ એક સારું પ્લેટફોર્મ છે, તેમણે અહીં બોલવું જોઈએ.પીએમ મોદીએ કહ્યું કે ગરીબો માટે જેટલું આપણે કર્યું છે તેટલું કોઈ કરી શક્યું નહીં.






