Home International Pm Modi S Chocolate Gift To Andhra Pradesh Dy Cm Pawan Kalyan Goes Viral

PM મોદીની ચોકલેટ ગિફ્ટ : હસી પડ્યાં પવન કલ્યાણ, ચંદ્રબાબુ

PM મોદીની ચોકલેટ ગિફ્ટ
Published by: OBS Bureau
Last Updated: May 03, 2025, 07:24 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને ચોકલેટ ભેટમાં આપી, જેને પવન કલ્યાણે હસ્તા હસ્તા સ્વીકારી અને તેમનો આભાર માન્યો. આ રસપ્રદ ઘટના ત્યારે બની જ્યારે પવન કલ્યાણ અમરાવતીમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા.

શુક્રવારે, પીએમ મોદી અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા માટે આંધ્ર પહોંચ્યા હતા. આ દરમિયાન, સ્ટેજ પર હાજર પીએમ મોદીએ અચાનક પવન કલ્યાણને નજીક બોલાવ્યા અને ચોકલેટ આપી. આ જોઈને સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ હસવા લાગે છે. પવન કલ્યાણે પીએમ દ્વારા આપવામાં આવેલી ચોકલેટ બદલ તેમનો આભાર માન્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



પોતાના સંબોધનમાં, પવને પહેલગામ આતંકવાદી હુમલા જેવી પડકારજનક પરિસ્થિતિઓ છતાં આંધ્રપ્રદેશના લોકો વચ્ચે સમય કાઢવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો. પવન કલ્યાણે કહ્યું, "YSRCP સરકારના છેલ્લા પાંચ વર્ષ દરમિયાન, અમરાવતીના ખેડૂતોએ ઘણું સહન કર્યું. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, છતાં તેમણે શાંતિપૂર્ણ અને ઐતિહાસિક આંદોલન ચલાવ્યું. આ સંઘર્ષમાં મહિલા ખેડૂતોની ભાગીદારી નોંધપાત્ર હતી."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video