Home National Pm Modi Rajya Sabha West Asia Conflict India Stand

PM Modi On Middle East Crisis : યુદ્ધના કારણે દુનિયામાં ગંભીર એનર્જી સંકટ! જાણો ઈંધણની અછત અંગે સરકારે શું કહ્યું

PM Modi On Middle East Crisis
Play Video
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Mar 24, 2026, 09:32 AM IST

PM Modi On Middle East Crisis: હાલ ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે. જેને કારણે દુનિયાભરમાં હાલ ગેસ અને પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણની અછત ઉભી થઈ છે. ત્યારે ભારતમાં પણ તેની અસર હવે સ્પષ્ટ પણે વર્તાઈ રહી છે. વર્તમાન સ્થિતિમાં ભારત સામે ના પડકારોને લઈને પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે લોકસભામાં સંબોધન કર્યું હતું અને આજે તેઓ રાજ્યસભામાં સંબોધન કરી રહ્યાં છે.

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધી તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુદ્ધ માનવજાત માટે હાનિકારક છે અને ભારત શાંતિ માટે સક્રિય પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ ભારતની energy security અને નાગરિકોની સુરક્ષા અંગે મોટી ખાતરી આપી.

“સ્થિતિ ચિંતાજનક, પરંતુ ભારત તૈયાર”

PM મોદીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ હવે ગંભીર તબક્કે પહોંચી ગયો છે અને તેનો પ્રભાવ વૈશ્વિક અર્થતંત્રથી લઈને રોજિંદા જીવન સુધી પડી રહ્યો છે. આ સંકટ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલુ છે અને સમગ્ર વિશ્વ માટે ચિંતા સર્જે છે. તેમણે જણાવ્યું કે ભારત આ પરિસ્થિતિને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે અને અસર ઓછામાં ઓછી રહે તે માટે પગલાં લેવામાં આવ્યા છે.

Energy, વેપાર અને ભારતીયો આ ત્રણ મોટી ચિંતાઓઃ

રાજ્યસભામાં આજે સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ કરીને ત્રણ મુદ્દા પર ધ્યાન દોર્યું:

1) પશ્ચિમ એશિયા ભારત માટે ક્રૂડ ઓઈલ અને ગેસનો મુખ્ય સ્ત્રોત છે

2) આ વિસ્તાર વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ માર્ગ છે

3) આશરે 1 કરોડ ભારતીયો મિડલ ઈસ્ટમાં વસવાટ કરે છે

પ્રધાનમંત્રી મોદીએ આજે રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, ઉપરોક્ત કારણોસર ભારતની ચિંતા સ્વાભાવિક છે અને સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.

“હોર્મુઝ ખાડીમાં વિક્ષેપ સ્વીકાર્ય નહીં”

PM મોદીએ વ્યાપારી જહાજો પર હુમલા અને હોર્મુઝ ખાડીમાં અવરોધને કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાં વૈશ્વિક સપ્લાય ચેઇન અને energy સુરક્ષાને અસર કરે છે અને સ્વીકાર્ય નથી. ભારત શિપિંગ રૂટ્સ સુરક્ષિત રહે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત કરી રહ્યું છે.

"ભારત પાસે પુરતો છે ઓઈલ, ગેસ અને કોલસાનો જથ્થો"

ભારત સરકારે ખાતરી આપી કે, દેશમાં પૂરતો પેટ્રોલિયમ સ્ટોક છે. કોલસાની ઉપલબ્ધતા પૂરતી છે. ખાતર અને LPG સપ્લાય માટે પણ તૈયારી છે. PM મોદીએ જણાવ્યું કે ભારતે હવે 41 દેશોમાંથી energy આયાત શરૂ કરી છે, જે diversification તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

“ડાયલોગ અને ડિપ્લોમસી જ ઉકેલ”

રાજ્યસભામાં પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે: “યુદ્ધ કોઈના હિતમાં નથી, શાંતિ જ એકમાત્ર રસ્તો છે” તેમણે જણાવ્યું કે ભારત તમામ પક્ષો સાથે વાતચીત કરી રહ્યું છે અને યુદ્ધ રોકવા માટે પ્રયાસશીલ છે.

ઉલ્લેખનીય છેકે, મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારત પર પણ પડી રહી છે. તેની પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. ખાસ કરીને ભારતનો મોટો energy સપ્લાય આ વિસ્તારમાંથી આવે છે. બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો મિડલ ઈસ્ટમાં રહે છે, જ્યાં હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીયોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ આ વિનાશક યુદ્ધને કારણે વૈશ્વિક વેપાર માર્ગો પર અસર થાય છે. આ કારણે સરકાર સતત તૈયારી અને ડિપ્લોમેટિક સંતુલન જાળવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now