Home International Pm Modi Israel Netanyahu Wife Sara Welcome Airport

ઇઝરાયલમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત : એરપોર્ટ પર નેતન્યાહૂએ તેમને ગળે લગાવ્યા, આપ્યું ગાર્ડ ઓફ ઓનર

ઇઝરાયલમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2026, 11:55 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસીય મુલાકાતે તેલ અવીવ પહોંચ્યા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારાએ એરપોર્ટ પર પીએમ મોદીનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું.

નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ તોડ્યો. એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. નવ વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે PM મોદી ઇઝરાયલની મુલાકાતે આવ્યા છે. તેમણે છેલ્લે 2017 માં મુલાકાધી હતી.

પીએમ મોદી આજે ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કરશે. તેઓ જેરુસલેમની પણ મુલાકાત લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એરપોર્ટ પર નેતન્યાહૂ સાથેની મુલાકાત બાદ, પીએમ મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કરશે. તેઓ ઇઝરાયલી સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન હશે. પીએમ મોદી નેતન્યાહૂના આમંત્રણ પર ઇઝરાયલ પહોંચ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને પણ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now