Home Gujarat Pm Modi Inaugurates Semiconductor Plant

PM મોદીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન : દેશની પ્રથમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ચિપનું ઉત્પાદન થશે સાણંદમાં,

PM મોદીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 12:48 PM IST

PM Modi Gujarat visit : PM નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ પહોંચી ગયા છે. જ્યાં તેમણે ભવ્ય રોડ- શો બાદ માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે.

દેશની પ્રથમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ચિપનું ઉત્પાદન સાણંદમાં

ગુજરાતના સાણંદમાં સ્થાપિત થતો Micron Technology નો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ સાબિત થઈ રહ્યો છે. આ પ્લાન્ટ દેશની પ્રથમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ચિપનું ઉત્પાદન કરશે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન અપાવશે.

આ પ્રોજેક્ટ India Semiconductor Mission (ISM) હેઠળ અમલમાં આવી રહ્યો છે. ભારત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે શરૂ કરેલા આ મિશન હેઠળ મોટા વૈશ્વિક રોકાણોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સાણંદ પ્લાન્ટ એ જ દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

સાણંદ પ્લાન્ટની મુખ્ય વિશેષતાઓ

  • ભારતની પ્રથમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ચિપનું ઉત્પાદન

  • આધુનિક પેકેજિંગ અને ટેસ્ટિંગ સુવિધાઓ

  • અદ્યતન ટેકનોલોજી સાથે ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  • સ્થાનિક સપ્લાય ચેઇન મજબૂત બનાવવાનો પ્રયાસ

વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટરની માંગ સતત વધી રહી છે. મોબાઇલ, ઓટોમોબાઇલ, ડેટા સેન્ટર અને AI જેવા ક્ષેત્રોમાં ચિપ્સની ભારે જરૂરિયાત છે. આવી સ્થિતિમાં આ પ્લાન્ટ ભારતને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને ‘આત્મનિર્ભર ભારત’ ના લક્ષ્યને વેગ આપશે.

આ પ્રોજેક્ટથી હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે. સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને ગુજરાત સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરશે. સાણંદનો માઇક્રોન પ્લાન્ટ માત્ર ઉદ્યોગિક વિકાસ નહીં, પરંતુ ટેકનોલોજીકલ સ્વાવલંબન તરફ ભારતની મોટી છલાંગ ગણાઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now