Home Gujarat Pm Modi Inaugurated Gujarat Regional Conference In Rajkot

PM મોદીએ રાજકોટમાં કર્યું વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન : ગ્રીન હાઇડ્રોજનથી મેડિકલ ડિવાઇસ પાર્ક સુધીની મોટી જાહેરાતો

PM મોદીએ રાજકોટમાં કર્યું વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2026, 10:38 AM IST

PM Modi Regional Conference: PM નરેન્દ્ર મોદી આજે રાજકોટ પહોંચ્યા અને મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) નું ઉદ્ઘાટન કર્યું. આ બે દિવસીય સમિટ (11-12 જાન્યુઆરી) સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 12 જિલ્લાઓને કેન્દ્રિત છે, જેમાં રિન્યુએબલ એનર્જી, બ્લુ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ સવારે આશરે 1:30 વાગ્યે ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ બપોરે 2 વાગ્યે મુખ્ય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્તિત રહ્યા.

મુખ્ય હાઇલાઇટ્સ:

14 નવા ગ્રીનફિલ્ડ સ્માર્ટ GIDC એસ્ટેટ્સની જાહેરાત અને રાજકોટમાં GIDC મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન.

1,500થી વધુ MoUs સાઇન થવાની અપેક્ષા, 110થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 1,800થી વધુ B2B મીટિંગ્સ.

350થી વધુ વિદેશી ડેલિગેટ્સ (22થી વધુ દેશોમાંથી) અને 5,000થી વધુ ઉદ્યોગકારોની ભાગીદારી.

ફોકસ: ઓશન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ન્યુક્લિયર પાવર, AI-આધારિત રિન્યુએબલ એનર્જી, PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અને PM-KUSUM જેવી સ્કીમ્સ.

મહેસાણામાં પ્રથમ રીજનલ કોન્ફરન્સ યોજાઈ

આ સમિટ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને આગળ વધારે છે અને વિકસિત ભારત @2047

ના વિઝન સાથે જોડાયેલી છે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પ્રથમ રીજનલ કોન્ફરન્સ યોજાઈ હતી, અને આગામીમાં સુરત (એપ્રિલ 2026) અને વડોદરા (જૂન 2026)માં પણ આવી ઇવેન્ટ્સ યોજાશે.

રાજકોટ શહેરને પીએમના આગમન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું

આ બધીના પરિણામો 2027ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રદર્શિત થશે. ટોપ ઉદ્યોગપતિઓ જેમ કે મુકેશ અંબાણી અને અન્યોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો અને પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. રાજકોટ શહેરને પીએમના આગમન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં રોડ, મ્યુરલ આર્ટ અને સુરક્ષાના પુરા બંદોબસ્ત કરાયા હતા.આ ઇવેન્ટ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં રોકાણ, ઉદ્યોગ અને સસ્ટેનેબલ વિકાસ માટે નવા દ્વાર ખોલશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now