Home Gujarat Pm Modi Friedrich Merz Fly Kite Of Friendship At Kite Festival

PM મોદી-ફ્રેડરિક મર્ઝએ ચગાવ્યો 'મિત્રતાનો પતંગ'! : ખુલ્લી જીપમાં બેસીને પતંગ મહોત્સવનું અવલોકન કર્યું, રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર...

PM મોદી-ફ્રેડરિક મર્ઝએ ચગાવ્યો 'મિત્રતાનો પતંગ'!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 07:24 AM IST

ગાંધી આશ્રમની મુલાકાત બાદ PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા. અહીં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા બંને મહાનુભાવોનુ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની પ્રસિદ્ધ હેરિટેજ પોળોની અંગે અને શહેરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જાણી હતી.

મોદી-ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો

વડાપ્રધાન મોદીએ ફ્રેડરિક મર્ઝને વડાપ્રધાન પોળમાં આવેલા પરંપરાગત મકાનોની વિશેષતાઓ, તેમની રચના અને ઐતિહાસિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બાદમાં બંને મહાનુભાવો ખુલ્લી જીપમાં બેસીને પતંગ મહોત્સવનું અવલોકન કર્યું, જ્યાં ઉત્સવનો ઉત્સાહ અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર રહ્યા.

“ઇન્ડિયા-જર્મની ફ્રેન્ડશિપ” પતંગ

આ પ્રસંગે ભારત-જર્મની મિત્રતાના પ્રતિકરૂપે “ઇન્ડિયા-જર્મની ફ્રેન્ડશિપ” લખેલો પતંગ પણ બંને નેતાઓ દ્વારા ઉડાવવામાં આવ્યો. આ તમામ કાર્યક્રમો બાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશો વચ્ચેના સહકાર અને સંબંધો અંગે ચર્ચા થવાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now