PM નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમણે ગઈકાલે સોમવારે અમદાવાદમાં રોડ શો યોજી જનસભા સંબોધી હતી. જેમના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક એક બનાવ બન્યો હતો. PM મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં 2 મહિલાઓના મોત થયા છે.
બે મહિલા કર્મીઓને ડમ્પર ચાલકે અડફેટે લીધા
ગાંધીનગર સાયબર સેલના પોલીસકર્મી વિરલબેન રબારી અને 108ના કર્મચારી હિરલબેન રાજગોરને નિકોલમાં ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બંને કર્મચારીઓના મોત થયા છે. ,
સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા પણ...
નીકોલમાં 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ બંને મહિલાને ગાડી મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે તપાસ હાથધરી
વિરલબેન રબારી ગાંધીનગર સાયબર સેલમાં તેમજ હિરલબેન રાજગોર 108 ઇમર્જન્સી સેન્ટરમાં ફરજ બજાવતા હતા. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર અકસ્માત તપાસ હાથ ધરી છે.
(આરોપીની તસવીર)
પોલીસે આરોપીની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચે ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. ડ્રાઇવર રૂપસિંહ ઠાકોરની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.






