Home International Pm Modi Becomes Worlds Number 1 Leader With 100 Million Followers On Instagram More Than Twice As Many Followers As Donald Trump

PM MODIનો ડિજિટલ ડંકો : ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ સાથે બન્યા વિશ્વના નંબર-1 નેતા, ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ

PM MODIનો ડિજિટલ ડંકો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 06:32 AM IST

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાની દુનિયામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પીએમ મોદી હવે ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ (100 મિલિયન) ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજકારણી અને નેતા બની ગયા છે. વર્ષ 2014માં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરનાર પીએમ મોદીની લોકપ્રિયતા ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, જે દર્શાવે છે કે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમની સ્વીકાર્યતા અને કનેક્ટિવિટી અદભૂત છે.

આ આંકડો એટલો વિશાળ છે કે જો વિશ્વના અન્ય મોટા નેતાઓની સરખામણી કરવામાં આવે તો પીએમ મોદી ખૂબ આગળ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે અન્ય દેશોના વડાઓ, પીએમ મોદીની ડિજિટલ હાજરી સામે દરેક પાછળ રહી ગયા છે. યુવા પેઢીમાં લોકપ્રિય એવા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આ માઈલસ્ટોન સર કરીને તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ આધુનિક યુગના સૌથી પ્રભાવશાળી 'ડિજિટલ નેતા' છે.

ગ્લોબલ લીડર્સની યાદીમાં મોદીની સર્વોપરિતા

ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ બમણાથી વધુ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વના આગામી પાંચ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓના કુલ આંકડાને જોડવામાં આવે તો પણ તે પીએમ મોદીના એકલાના 10 કરોડના આંકડાને આંબી શકતા નથી.

ટોચના નેતાઓ અને તેમના ફોલોઅર્સ:

નેતાનું નામ

દેશ

ફોલોઅર્સ (અંદાજે)

નરેન્દ્ર મોદી

ભારત

100 મિલિયન (10 કરોડ)

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા

43.2 મિલિયન

પ્રબોવો સુબિયાન્ટો

ઇન્ડોનેશિયા

15 મિલિયન

લુલા ડી સિલ્વા

બ્રાઝિલ

14.4 મિલિયન

તૈયપ એર્દોગન

તુર્કી

11.6 મિલિયન

X (ટ્વિટર) પર પણ મોદીનો જાદુ અકબંધ

માત્ર ઇન્સ્ટાગ્રામ જ નહીં, પરંતુ માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પણ પીએમ મોદી સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા છે. વર્ષ 2024માં તેમણે X પર 10 કરોડનો આંકડો પાર કર્યો હતો અને હાલમાં ત્યાં તેમના 106.5 મિલિયન ફોલોઅર્સ છે. કોઈપણ રાજકીય નેતા માટે આ એક દુર્લભ સિદ્ધિ છે.

પીએમ મોદીનું ડિજિટલ નેટવર્ક

વડાપ્રધાન મોદી તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય છે અને તેમની પહોંચ કરોડો લોકો સુધી છે:

  • X (Twitter): 106.5 મિલિયન

  • Instagram: 100 મિલિયન

  • Facebook: 54 મિલિયન

  • WhatsApp Channel: 11.7 મિલિયન

વડાપ્રધાનની આ સફળતા પાછળ તેમની જનતા સાથે સીધા સંવાદ કરવાની શૈલી અને સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ જવાબદાર માનવામાં આવે છે. 2014માં સત્તા સંભાળ્યા બાદ તેમણે ડિજિટલ ઇન્ડિયા પર ભાર મૂક્યો હતો, અને આજે તેઓ પોતે ડિજિટલ વિશ્વના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now