Home Business Pf Balance Not Credited Epfo Ecr Last Date July

Salary આવી ગઈ પણ PF જમા નથી થયું? : તરત કરો આ કામ આજે છેલ્લી તારીખ, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

PF Balance Not Credited
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 15, 2026, 08:00 AM IST

PF Balance Not Credited: દેશભરના કરોડો પગારદાર કર્મચારીઓના બેંક ખાતામાં જુલાઈ મહિનાનો પગાર જમા થઈ ચૂક્યો છે. પરંતુ પગાર આવ્યા બાદ પણ ઘણા કર્મચારીઓ એક મહત્વની બાબત તપાસવાનું ભૂલી જાય છે અને તે છે તેમના EPF (Employees' Provident Fund) ખાતામાં PFની રકમ જમા થઈ છે કે નહીં. જો આ મહિનામાં તમારું PF બેલેન્સ વધ્યું નથી, તો તેને સામાન્ય બાબત માનીને અવગણશો નહીં, કારણ કે તેના પાછળ કંપની દ્વારા ECR (Electronic Challan-cum-Return) સમયસર ફાઇલ ન કરવાની શક્યતા પણ હોઈ શકે છે.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) છેલ્લા કેટલાક સમયથી પોતાની ડિજિટલ સેવાઓને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે સતત સુધારા કરી રહ્યું છે. PF બેલેન્સ અપડેટ કરવાથી લઈને વ્યાજ જમા કરાવવું અને ક્લેમ સેટલમેન્ટ જેવી અનેક પ્રક્રિયાઓ હવે પહેલાની સરખામણીએ વધુ ઝડપી થઈ છે. આ જ સુધારાનો ભાગરૂપે EPFOએ દરેક મહિને 15મી તારીખ સુધી ECR ફાઇલિંગ ફરજિયાત રાખી છે. જો કંપની સમયસર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેની સીધી અસર કર્મચારીના PF ખાતા પર પડી શકે છે.

ECR શું છે અને તે કેમ મહત્વનું છે?

ECR એટલે Electronic Challan-cum-Return, જે દ્વારા કંપની પોતાના કર્મચારીઓના PFનું માસિક યોગદાન EPFOમાં જમા કરાવે છે. દરેક કર્મચારીના પગારમાંથી PF માટે જે રકમ કપાય છે અને કંપની તરફથી ઉમેરાતું યોગદાન, બંનેની વિગતો ECR દ્વારા EPFOને મોકલવામાં આવે છે. જો કંપની સમયસર ECR ફાઇલ નહીં કરે તો કર્મચારીના પગારમાંથી PF કપાયા બાદ પણ તે રકમ EPF ખાતામાં દેખાશે નહીં. પરિણામે PF બેલેન્સ અપડેટ થવામાં વિલંબ થઈ શકે છે.

આ પણ વાંચો: PF ખાતાધારકો માટે ખુશખબર! : લગ્ન માટે ઓનલાઈન એડવાન્સ મેળવવાની પ્રક્રિયા થઈ વધુ સરળ, જાણો નવી પ્રોસેસ

આજે કેમ મહત્વની છે 15મી તારીખ?

EPFOના નિયમો અનુસાર દરેક મહિનાની 15મી તારીખ ECR ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. એટલે કે જૂન મહિનાના પગાર પરથી કપાયેલું PF યોગદાન આજે સુધી EPF ખાતામાં જમા થઈ જવું જોઈએ. જો કંપની આ પ્રક્રિયામાં વિલંબ કરે તો કર્મચારીના PF બેલેન્સમાં આ મહિનાની રકમ નહીં દેખાય. તેથી જો તમારું PF હજુ સુધી અપડેટ થયું નથી તો એકવાર તેની ખાતરી કરવી જરૂરી છે.

PF બેલેન્સ વધ્યું નથી? તો શું કરવું?

જો તમારા પગારમાંથી PF કપાયું છે પરંતુ EPF ખાતામાં તે જમા થયું નથી, તો સૌપ્રથમ તમારે તમારું PF બેલેન્સ ચકાસવું જોઈએ. જો ખરેખર બેલેન્સ અપડેટ ન થયું હોય તો તમારી કંપનીના HR અથવા પેરોલ વિભાગનો સંપર્ક કરીને તેનું કારણ પૂછવું જોઈએ. ઘણા કિસ્સાઓમાં ટેક્નિકલ કારણોસર થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ જો લાંબા સમય સુધી રકમ જમા ન થાય તો તે અંગે કંપની પાસેથી સ્પષ્ટતા લેવી જરૂરી છે.

આ પણ વાંચો: PF ક્લેમ, પેન્શન અને ટ્રાન્સફર હવે બનશે વધુ સરળ : EPFOએ નિયમોમાં કર્યા 9 મોટા ફેરફાર; કરોડો કર્મચારીઓને મળશે સીધો લાભ


PF બેલેન્સ ચેક કરવાની 4 સરળ રીતો

1. EPFO Passbook Portal

EPFOની સત્તાવાર પાસબુક વેબસાઇટ પર જઈ UAN નંબર અને પાસવર્ડથી લોગિન કરો. ત્યારબાદ તમારી Member ID પસંદ કરીને Passbook વિભાગમાં PF બેલેન્સ જોઈ શકાય છે.

2. UMANG App

UMANG એપમાં EPFO સેવા પસંદ કરો. ત્યારબાદ 'View Passbook' વિકલ્પ પર ક્લિક કરીને UAN અને OTPની મદદથી લોગિન કરો. ત્યારબાદ તમારું અપડેટ થયેલું PF બેલેન્સ જોઈ શકશો.

3. SMS દ્વારા

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર

EPFOHO UAN

ફોર્મેટમાં SMS મોકલો.

જો ગુજરાતી અથવા અન્ય ભાષામાં માહિતી જોઈએ તો ભાષાના પ્રથમ ત્રણ અક્ષર પણ ઉમેરી શકાય છે.

4. Missed Call દ્વારા

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ આપો. કોલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને થોડા સમય બાદ તમારા મોબાઇલ પર PF બેલેન્સની માહિતી SMS દ્વારા મળી જશે.

દર મહિને PF તપાસવાની આદત કેમ જરૂરી છે?

PF માત્ર નિવૃત્તિ માટેની બચત જ નથી, પરંતુ તે કર્મચારીની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાનો મહત્વનો ભાગ છે. જો કંપની નિયમિત રીતે PF જમા ન કરતી હોય અથવા ECRમાં વિલંબ કરતી હોય તો તેની અસર ભવિષ્યમાં વ્યાજ, ક્લેમ અને અન્ય EPFO સેવાઓ પર પણ પડી શકે છે. તેથી પગાર મળ્યા બાદ માત્ર બેંક બેલેન્સ જ નહીં, પરંતુ EPF ખાતામાં PF જમા થયું છે કે નહીં તેની પણ દર મહિને ખાતરી કરવી દરેક કર્મચારી માટે જરૂરી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમે નીચેની 4 રીતો દ્વારા સરળતાથી તમારું PF બેલેન્સ જાણી શકો છો: EPFO પોર્ટલ: સત્તાવાર વેબસાઇટ પર UAN અને પાસવર્ડ દ્વારા લોગિન કરીને. UMANG એપ: એપમાં જઈને 'View Passbook' ના વિકલ્પ દ્વારા. SMS દ્વારા: તમારા રજિસ્ટર્ડ નંબર પરથી EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલીને. મિસ્ડ કોલ દ્વારા: રજિસ્ટર્ડ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ આપીને.

જો તમારા બેંક ખાતામાં પગાર આવી ગયો હોય પરંતુ PF બેલેન્સ વધ્યું ન હોય, તો સૌપ્રથમ તમારે PF પાસબુક ચેક કરવી જોઈએ. જો ખરેખર રકમ જમા ન થઈ હોય, તો તમારે તરત જ તમારી કંપનીના HR અથવા પેરોલ (Payroll) વિભાગનો સંપર્ક કરીને આ અંગે સ્પષ્ટતા માંગવી જોઈએ.

EPFOના નિયમો અનુસાર, કંપનીએ દરેક મહિનાની ૧૫મી તારીખ સુધીમાં ECR ફાઇલ કરીને PFની રકમ જમા કરાવી દેવી ફરજિયાત છે.

ECR એટલે Electronic Challan-cum-Return. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કંપની પોતાના કર્મચારીઓના પગારમાંથી કપાયેલું PF અને કંપનીનું પોતાનું યોગદાન EPFOમાં ઓનલાઇન જમા કરાવે છે. જો કંપની સમયસર ECR ફાઇલ ન કરે, તો કર્મચારીના પગારમાંથી પૈસા કપાયા હોવા છતાં તેના PF ખાતામાં રકમ જમા થતી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now