Home Utilities Pf Balance Check Without Internet Gujarati

ઈન્ટરનેટ વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરશો? : જાણો સૌથી સરળ રીત

ફોનમાં EPFO ની એપ્લિકેશન
Published by: Chintan Chavda
Last Updated: Apr 09, 2026, 12:44 PM IST

હવે EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા એવી સુવિધા આપવામાં આવી છે કે કર્મચારીઓ ઇન્ટરનેટ વગર પણ પોતાના PF ખાતાનો બેલેન્સ સરળતાથી જાણી શકે છે. ખાસ કરીને જ્યાં નેટવર્ક સમસ્યા હોય અથવા સ્માર્ટફોન ન હોય, ત્યાં આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

મિસ્ડ કોલથી PF બેલેન્સ જાણો

PF બેલેન્સ ચેક કરવાની સૌથી સરળ રીત મિસ્ડ કોલ છે. કર્મચારી પોતાનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 9966044425 પર મિસ્ડ કોલ આપે તો કોલ ઓટોમેટિક કટ થઈ જાય છે. ત્યારબાદ થોડા જ સમયમાં EPFO દ્વારા SMS દ્વારા PF બેલેન્સની માહિતી મોકલવામાં આવે છે. આ સેવા સંપૂર્ણ ફ્રી છે અને ખૂબ જ ઝડપી છે.

SMS દ્વારા પણ મેળવી શકો માહિતી

કર્મચારીઓ SMS દ્વારા પણ PF બેલેન્સ ચેક કરી શકે છે. તેના માટે મોબાઇલમાંથી “EPFOHO UAN” લખીને 7738299899 નંબર પર મોકલવો પડે છે. SMS મોકલ્યા બાદ તમને PF બેલેન્સ અને છેલ્લી જમા થયેલી રકમની માહિતી પ્રાપ્ત થાય છે. આ સેવા વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેના માટે અંતે ભાષાનો કોડ ઉમેરવો પડે છે.

આ પણ વાંચો: LPG Gas Cylinder Fraud; ગેસ સિલિન્ડરની અછત વચ્ચે નવું કૌભાંડ : WhatsApp અને SMS પર નકલી લિંક મોકલી આ રીતે કરાય છે છેતરપિંડી

સેવા માટે જરૂરી શરતો

આ સુવિધાનો લાભ લેવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે. કર્મચારીનો UAN (Universal Account Number) સક્રિય હોવો જોઈએ. ઉપરાંત, મોબાઇલ નંબર UAN સાથે લિંક થયેલો હોવો જરૂરી છે. સાથે સાથે KYC પ્રક્રિયા પૂર્ણ થયેલી હોવી જોઈએ, જેમાં આધાર, PAN અથવા બેંકની વિગતો અપડેટ હોવી જરૂરી છે.

આ પણ વાંચો: EPFO નો મોટો નિર્ણય, લાખો કર્મચારીઓને થશે સીધી અસર : PF ના પૈસા ઉપાડવા માંગતા લોકો ખાસ જાણી લેજો આ માહિતી

ઇન્ટરનેટ વિના PF બેલેન્સ ચેક કરવાની આ સુવિધા કર્મચારીઓ માટે ખૂબ જ સહાયક બની છે. માત્ર એક મિસ્ડ કોલ અથવા SMS દ્વારા સરળતાથી ખાતાની માહિતી મેળવી શકાય છે, જે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારો અને નેટવર્ક સમસ્યાવાળા વિસ્તારોમાં ખૂબ ઉપયોગી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now