Home National Petrol Diesel Price Today Gujarat India July 12

Petrol-Diesel Prices today : ટાંકી ફુલ કરાવતા પહેલાં અચૂક મેળવી લેજો આ માહિતી, જાણો અમદાવાદ સહિત તમારા શહેરના પેટ્રોલ-ડીઝલનાં આજના ભાવ

કારમાં પેટ્રોલ ભરવામાં આવતું હોય તેવી છબી
Image Credit: ai
Published by: Niraj Chokshi
Last Updated: Jul 12, 2026, 05:32 AM IST

સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ આજે (12 જુલાઈ) પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. રવિવારે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અગાઉની સરખામણીએ નોંધપાત્ર ઘટ્યા હોવા છતાં દેશના સ્થાનિક બજારમાં ઇંધણના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 112 ડોલર સુધી પહોંચ્યો હતો. જોકે હાલ તે ઘટીને અંદાજે 72થી 75 ડોલર પ્રતિ બેરલની સપાટીએ આવી ગયો છે. તેમ છતાં ભારતના ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ સુધી કોઈ રાહત મળી નથી.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શું બંધ થઈ જશે? : વધેલા જમીન વળતરથી ₹40,000 કરોડનો વધારાનો બોજ પડી શકે તેવી ચિંતા

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

  • ગુજરાતના વિવિધ શહેરોમાં પણ આજે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નથી.

  • અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹101.70 અને ડીઝલનો ભાવ ₹97.84 છે.

  • વડોદરામાં પેટ્રોલનો ભાવ ₹100.80 જ્યારે ડીઝલ ₹96.85 પ્રતિ લિટર છે.

  • રાજકોટમાં પેટ્રોલ ₹101.30 અને ડીઝલ ₹97.30 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

  • સુરતમાં પેટ્રોલનો ભાવ ₹101.40 અને ડીઝલનો ભાવ ₹97.40 પ્રતિ લિટર નોંધાયો છે.

  • ગાંધીનગરમાં પેટ્રોલ ₹101.50 અને ડીઝલ ₹97.55 પ્રતિ લિટર મળી રહ્યું છે.

રાજ્યના અન્ય શહેરોમાં પણ સ્થાનિક ટેક્સ અને પરિવહન ખર્ચને આધારે ભાવમાં સામાન્ય તફાવત જોવા મળી શકે છે.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ

દેશના વિવિધ શહેરોમાં પણ પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા છે.

  • દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર છે

  • ચેન્નઈમાં તેનો ભાવ ₹107.76 પ્રતિ લિટર નોંધાયો છે.

  • ગુરુગ્રામમાં પેટ્રોલ ₹102.97

  • નોઈડામાં ₹101.96

  • લખનૌમાં ₹101.86

  • ચંડીગઢમાં ₹101.54 પ્રતિ લિટર છે.

બીજી તરફ કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ હજુ પણ ₹110થી વધુ છે.

  • હૈદરાબાદમાં પેટ્રોલ ₹115.69 પ્રતિ લિટર છે

  • તિરુવનંતપુરમમાં ₹115.49

  • કોલકાતામાં ₹113.51

  • પટનામાં ₹113.37

  • જયપુરમાં ₹112.69

  • બેંગલુરુમાં ₹111.68 પ્રતિ લિટર છે.

  • મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ ₹111.21 પ્રતિ લિટર છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે ક્યાં જશે મેઘરાજાની સવારી? : જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે હવામાન

ડીઝલના ભાવમાં પણ કોઈ ફેરફાર નહીં

  • નવી દિલ્હીમાં ડીઝલ ₹95.20 પ્રતિ લિટર છે.

  • મુંબઈમાં ₹97.83

  • કોલકાતામાં ₹99.82

  • ચેન્નઈમાં ₹99.55 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

  • હૈદરાબાદમાં ડીઝલનો ભાવ ₹103.82 પ્રતિ લિટર છે

  • તિરુવનંતપુરમમાં ₹104.40 પ્રતિ લિટર નોંધાયો છે.

  • ભુવનેશ્વરમાં ડીઝલ ₹100.68

  • બેંગલુરુમાં ₹99.56

  • પટનામાં ₹99.36 પ્રતિ લિટર છે

  • લખનૌમાં ડીઝલ ₹95.36

  • ગુરુગ્રામમાં ₹95.64 પ્રતિ લિટર છે.

ક્રૂડ ઓઈલ સસ્તુ છતાં રાહત કેમ નથી?

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ન થવા અંગે ગ્રાહકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઇંધણના ભાવ નક્કી કરવામાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ ઉપરાંત રૂપિયા-ડોલર વિનિમય દર, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર, રિફાઈનિંગ ખર્ચ, પરિવહન ખર્ચ અને માર્કેટિંગ ખર્ચ જેવા અનેક પરિબળો અસર કરે છે. તેથી માત્ર કાચા તેલના ભાવ ઘટવાથી જ સ્થાનિક બજારમાં તરત ભાવ ઘટે તે જરૂરી નથી.

મે મહિનામાં ચાર વખત વધ્યા હતા ભાવ

વર્ષ 2026 દરમિયાન મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. 15 મેના રોજ પેટ્રોલમાં પ્રતિ લિટર ₹3 અને ડીઝલમાં ₹3.29નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મે અને 23 મેના રોજ પણ બંને ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 25 મેના રોજ ફરી પેટ્રોલમાં ₹2.61 અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી દેશભરમાં ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગ્રાહકોની નજર આગામી નિર્ણય પર

હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અગાઉની સરખામણીએ નીચા સ્તરે છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં તેલ માર્કેટિંગ કંપનીઓ ભાવમાં કોઈ રાહત આપે છે કે નહીં તેના પર ગ્રાહકોની નજર છે. જો વૈશ્વિક બજારમાં ભાવ વધુ સ્થિર રહેશે અને અન્ય આર્થિક પરિબળો અનુકૂળ રહેશે તો ભવિષ્યમાં સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટાડાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે હાલ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now