Home Sports Perfume Lotion And Focusthis Is Virat Kohlis Routine Before Batting

પરફ્યુમ, લોશન અને ફોકસ…બેટિંગ પહેલાં એવો હોય છે વિરાટ કોહલીનો રૂટિન : વાયરલ વીડિયોએ ખોલ્યો વિરાટ કોહલીની સફળતાનો રાજ

પરફ્યુમ, લોશન અને ફોકસ…બેટિંગ પહેલાં એવો હોય છે વિરાટ કોહલીનો રૂટિન
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 10:21 AM IST

Virat Kohli batting routine: ન્યૂઝીલેન્ડ સામેના પ્રથમ વનડેમાં શાનદાર 93 રનની ઇનિંગ રમનાર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. આ વખતે ચર્ચાનું કારણ માત્ર તેમનું બેટિંગ નથી, પરંતુ ડ્રેસિંગ રૂમમાંથી સામે આવેલો એક વીડિયો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બેટિંગ પહેલાં વિરાટ કોહલીની ઝડપી અને સંપૂર્ણ રીતે ફોકસ્ડ તૈયારી સ્પષ્ટ જોવા મળે છે.

ડ્રેસિંગ રૂમનો વીડિયો થયો વાયરલ

પ્રથમ વનડે મેચ દરમિયાન જ્યારે રોહિત શર્મા આઉટ થયા, ત્યારે એક ફેન દ્વારા ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલી તૈયાર થતા હતા તે ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયોમાં જોવા મળે છે કે કોહલી મેદાનમાં ઉતરતાં પહેલાં લાંબી તૈયારીમાં સમય બગાડતા નથી. થોડા જ પળોમાં તેઓ પરફ્યુમ લગાવે છે, હાથ પર લોશન લગાવે છે, થોડુંક ખાય છે અને ત્યારબાદ ગ્લવ્સ પહેરીને સંપૂર્ણ રીતે મેચ માટે તૈયાર થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા એટલી ઝડપી અને ચોક્કસ છે કે એવું લાગે છે કે દરેક પગલું પહેલેથી જ નક્કી કરેલું છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલી માત્ર મેદાન પર જ નહીં, પરંતુ તૈયારી અને શિસ્તના મામલે પણ અત્યંત પ્રોફેશનલ છે.

પ્રથમ વનડેમાં વિરાટનો જલવો

વડોદરામાં રમાયેલા પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીએ જવાબદારીભરી અને પરિપક્વ ઇનિંગ રમી. ભારત જ્યારે લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું, ત્યારે ટીમ પર દબાણ હતું, પરંતુ કોહલીએ શાંત ચિત્તે બેટિંગ કરી 93 રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાની જીતની મજબૂત પાયાની રચના કરી.

આ ઇનિંગ દરમિયાન વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 28,000 રન પૂર્ણ કર્યા અને સચિન તેંડુલકર બાદ આ સિદ્ધિ હાંસલ કરનાર બીજા બેટ્સમેન બન્યા. જોકે તેઓ શતક પૂરું કરી શક્યા નહોતા, પરંતુ તેમની ઇનિંગને ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકો તરફથી ભરપૂર પ્રશંસા મળી. કોહલીની ટેક્નિક, ધીરજ અને અનુભવ ફરી એકવાર જોવા મળ્યા

બીજી વનડેમાં ફરી જોવા મળશે વિરાટનો દમ?

હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર રાજકોટમાં રમાનાર બીજા વનડે મેચ પર છે. ફેન્સને પૂરી આશા છે કે વિરાટ કોહલી અહીં એક મોટી ઇનિંગ રમશે અને આ વખતે શતક પણ પૂર્ણ કરશે. જો એવું થાય, તો તેમના નામે વધુ એક રેકોર્ડ જોડાશે અને તેમની કારકિર્દીનો ગ્રાફ વધુ ઊંચે જશે. વાયરલ થયેલા ડ્રેસિંગ રૂમ વીડિયોએ એક વાત ચોક્કસ સાબિત કરી છે કે વિરાટ કોહલીની સફળતા પાછળ માત્ર પ્રતિભા નહીં, પરંતુ શિસ્ત, રૂટિન અને અદભૂત ફોકસ છે. આ જ ગુણો તેમને અન્ય ખેલાડીઓથી અલગ અને વિશેષ બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now