Home International Patna Thar Accident Out Of Control Suv Injures 4 People Angry Mob Sets Vehicle On Fire Tathya Patel

તથ્યકાંડ જેવી વધુ એક ઘટના : પટણામાં બેકાબૂ SUVએ 4 લોકોને કચડ્યા, ગુસ્સે ભરાયેલી ભીડે ગાડીને આગ ચાંપી

તથ્યકાંડ જેવી વધુ એક ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 07:12 AM IST

બિહારની રાજધાની પટણામાં એક ભયાનક અકસ્મા સર્જાયો હતો, જેણે અમદાવાદના ISKCON બ્રિજ પર 2023માં થયેલી તથ્ય પટેલની જઘન્ય ઘટનાની યાદ તાજી કરી દીધી છે. તે સમયે તથ્ય પટેલે સ્પીડિંમાં જેગ્વાર કારથી ભીડમાં ઘૂસીને 9 લોકોના જીવ લીધા હતા અને અનેકને ઘાયલ કર્યા હતા. એવી જ રીતે પટણામાં પણ એક બેકાબૂ મહિન્દ્રા થાર SUVએ દાનાપુરના ગોલા રોડ ટી-પોઇન્ટ પાસે સડક કિનારે ઊભેલા વાહનો અને લોકોને ટક્કર મારી હોવાનું જાણવા મળેલ છે, જેમાં એક મહિલા સહિત 4 લોકો ઘાયલ થયા છે. જોવા મળી.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત રાત્રે લગભગ 9:15 વાગ્યે બન્યો, જ્યારે થાર ઝડપી ગતિએ આવી રહી હતી અને અચાનક બેકાબૂ થઈ ગઈ. તેણે સડક કિનારે ઊભેલા બે મોટરસાઇકલ અને બે સાઇકલને ટક્કર મારી. ઘાયલોને તાત્કાલિક પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

ભીડનો ગુસ્સો અને આગની ઘટના

અકસ્માત પછી સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થયા અને ગુસ્સામાં થારને આગ ચાંપી દીધી. આગના કારણે વાહનનો નંબર પ્લેટ બળી ગયો, પરંતુ પોલીસ એન્જિન નંબરના આધારે માલિકની ઓળખ કરી રહી છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો.

તપાસ અને ડ્રાઇવરની શોધ

દાનાપુર SHO પ્રશાંત કુમાર ભારદ્વાજે જણાવ્યું હતું કે, "થારે સડક કિનારે ઊભેલા વાહનોને ટક્કર મારી, જેમાં 4 લોકો ઘાયલ થયા હતો. આગને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી." ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસ CCTV ફૂટેજની મદદથી તપાસ કરી રહી છે અને વાહન માલિક તેમજ ડ્રાઇવરની શોધખોળ ચાલુ છે. આ ઘટના રસ્તા સુરક્ષા પર મોટા સવાલો ઉભા કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now