Home Entertainment Pati Patni Aur Woh Do The Release Date Of Ayushmann Khurrana And Sara Ali Khans Film Has Been Announced

Pati Patni Aur Woh Do : આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મની ડેટ જાહેર

Ayushmann in 'Pati Patni Aur Woh Do'
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 18, 2026, 11:02 AM IST

બોલિવૂડમાં કોમેડી ફિલ્મોના શોખીનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની જોડી પ્રથમ વખત મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહી છે. ફિલ્મ 'Pati Patni Aur Woh Do' ની સત્તાવાર જાહેરાત સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

નવો ફર્સ્ટ લૂક અને પાત્રની વિગતો

ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં આયુષ્માન ખુરાના 'પ્રજાપતિ પાંડે' નામના પોલીસ અધિકારીના રોલમાં જોવા મળે છે. પોસ્ટરમાં તે એક જાળમાં ફસાયેલો દેખાય છે અને તેની બાજુમાં એક ચિત્તો બેઠેલો છે. આ પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં જબરદસ્ત કોમેડી અને કન્ફ્યુઝન જોવા મળશે. પોસ્ટર પર લખ્યું છે, "શિકારી ખુદ હો ગયા શિકાર!"

આ પણ ખાસ વાંચો : આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે કરી સગાઈ | ભટ્ટ પરિવારમાં ખુશીઓનો માહોલ શાહીન અને ઈશાનની તસવીરો વાયરલ | Offbeat Stories

ફિલ્મની સ્ટાર કાસ્ટ અને દિગ્દર્શન

આ સિક્વલમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન ઉપરાંત વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે 2019 ની હિટ ફિલ્મ 'પતિ પત્ની ઔર વો' નું પણ દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મ ભૂષણ કુમાર અને રેણુ રવિ ચોપરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

રિલીઝ ડેટમાં ફેરફાર

અગાઉ આ ફિલ્મ હોળીના સમયે એટલે કે 4 માર્ચ 2026 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે મેકર્સ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 'Pati Patni Aur Woh Do' હવે 15 મે 2026 ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોસ્ટ-પ્રોડક્શન અને ગીતના શૂટિંગને કારણે આ રિલીઝ ડેટ લંબાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સિવાય, આયુષ્માન અને સારાની જોડી અન્ય એક સ્પાય કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' માં પણ જોવા મળશે, જે સપ્ટેમ્બર 2026 માં રિલીઝ થઈ શકે છે. હાલમાં તો ચાહકો પ્રજાપતિ પાંડેની આ કોમેડી સવારીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now