Home International Passenger Train Hijacked In Pakistan Bla Separatist Militants Claim 100 Hostages

પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન હાઇજેક : બલૂચ આર્મીનો દાવો - 120 યાત્રી બંધક, 6 સૈનિકોની હત્યા

પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન હાઇજેક
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2025, 01:51 PM IST

11 માર્ચ, 2025ના રોજ પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા પેસેન્જર ટ્રેન હાઇજેક કરવાની ઘટના સામે આવી છે. BLA એ દાવો કર્યો છે કે તેમની આર્મીએજાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કરી અને 120 યાત્રીઓને બંધક બનાવી લીધા છે. આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઇ રહી હતી.

હથિયારધારી હુમલો અને હિંસા

પાકિસ્તાની સમાચાર પત્ર 'ધ ડોન'ના અહેવાલ મુજબ, બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું કે ક્વેટા-પેશાવર જાફર એક્સપ્રેસ પર પેહરો કુનરી અને ગદલાર વચ્ચે ભારે ફાયરિંગ થયુ હતુ, જેમાં 6 સૈનિકોનાં મોત થયા છે.

ટ્રેનમાં 500 યાત્રી સવાર હતા

શાહિદ રિંદે જણાવ્યું કે ટ્રેનમાં લગભગ 500 યાત્રીઓ સવાર છે. BLA એ ચેતવણી આપી છે કે જો તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ 120 બંધકોની હત્યા કરશે. ટ્રેનના ડ્રાઇવર પણ હુમલામાં ઘાયલ થયા છે, આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

BLA નું નિવેદન અને આતંકવાદી કાર્યવાહી

BLA એ નિવેદનમાં જણાવ્યું કે તેમની આર્મીએ મશકાફ, ધાદર અને બોલાન વિસ્તારમાં આ ઓપરેશન પ્લાન કર્યું છે. રેલવે ટ્રેક ઉડાવી દેવામાં આવ્યો છે, જેના કારણે જાફર એક્સપ્રેસ થંભી ગઈ અને પછી તેને હાઇજેક કરાઈ.

BLA ના મતે, બંધકોમાં પાકિસ્તાની સેનાના જવાન, પોલીસ, એન્ટી-ટેરરિઝમ ફોર્સ (ATF) અને ISI એજન્ટો સામેલ છે, જે પંજાબ તરફ જઈ રહ્યા હતા. BLA એ કહ્યું છે કે તેમણે મહિલાઓ, બાળકો અને બલૂચ યાત્રીઓને છોડીને માત્ર પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને જ બંધક બનાવી લીધા છે. BLA એ ચેતવણી આપી છે કે જો કોઈ સેન્ય કાર્યવાહીની કોશિશ કરવામાં આવશે, તો તેઓ તમામ બંધકોની હત્યા કરશે અને તેની જવાબદારી પાકિસ્તાની સેનાની રહેશે.

BLA નાં અગાઉના હુમલાઓ

14 નવેમ્બર, 2024: ક્વેટા રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ થયો, જેમાં 26 લોકોનાં મોત થયા અને 50 થી વધુ ઘાયલ થયા.

25-26 ઓગસ્ટ, 2024: BLA દ્વારા કોલપુર અને માચ વચ્ચે એક રેલવે બ્રિજ ઉડાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેન સેવા સ્થગિત કરાઈ હતી.

16 ફેબ્રુઆરી, 2023: જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો, જેમાં 2 લોકોનાં મોત થયા હતા.

બલૂચ લિબરેશન આર્મી શું છે?

બલૂચિસ્તાનના કેટલાક લોકો માને છે કે 1947માં ભારત-પાકિસ્તાનનાં ભાગલા બાદ તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા. તેમનું માનવું છે કે તેમની મંજુરી વિના બલૂચિસ્તાનને પાકિસ્તાનનો ભાગ બનાવી દેવામાં આવ્યું હતું.

BBC અનુસાર, બલૂચિસ્તાનમાં સ્વતંત્રતા માંગતા અનેક સંગઠનો છે, પરંતુ BLA સૌથી શક્તિશાળી સંગઠન છે. તે 1970ના દાયકામાં રચાયો હતો, પરંતુ 21મી સદીમાં તેની તાકાત વધી છે.

BLA બલૂચિસ્તાનને પાકિસ્તાન સરકાર અને ચીનથી મુક્ત કરવા માંગે છે. તેમનું માનવું છે કે બલૂચિસ્તાનના સંસાધનો પર બલૂચ લોકોનો હક છે. 2007માં પાકિસ્તાન સરકારે BLAને આતંકવાદી સંગઠન જાહેર કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ