શું છે આખો વિવાદ?
પલાશ મુછાલ સામે મધ્યપ્રદેશના ઈન્દોરમાં મિશ્રીલાલ લટોરે નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. મિશ્રીલાલના જણાવ્યા અનુસાર, પલાશે તેમની પાસેથી જમીનના સોદા માટે 25 lakh રૂપિયા લીધા હતા, પરંતુ બાદમાં આ સોદો રદ થયો હતો. સોદો રદ થયા પછી પલાશે આ રકમ પરત કરી નહોતી. જ્યારે મિશ્રીલાલે પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપ છે કે પલાશે તેમની સાથે જાતિસૂચક અપશબ્દો બોલીને ગેરવર્તન કર્યું હતું.
પોલીસ કાર્યવાહી અને કલમો
ઈન્દોરની વિજય નગર પોલીસ સ્ટેશનમાં પલાશ મુછાલ સામે IPC ની કલમ 420 (છેતરપિંડી) અને SC-ST (એટ્રોસિટી) એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. પલાશ મુછાલ ગાયિકા પલક મુછાલના ભાઈ છે.
આ પણ વાંચો: Palash Muchhal ની નવી ફિલ્મની સ્ટાર કાસ્ટ થઈ ફાઈનલ | Daisy Shah ની એન્ટ્રી | Offbeat Stories
પલાશ મુછાલનો પક્ષ
આ મામલે પલાશ મુછાલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પોલીસ હાલમાં પુરાવાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં પલાશની પૂછપરછ કરવામાં આવી શકે છે.




