Trisha Krishnan: તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી ત્રિષા કૃષ્ણન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે કારણ માત્ર ફિલ્મો નહીં, પરંતુ અભિનેતા વિજયની રાજકીય જીત પછી તેમની મુલાકાત છે. આ ઘટનાએ બંને વચ્ચેના સંબંધો અંગે ચર્ચાને ફરી જીવંત બનાવી છે. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે ત્રિષાની વ્યક્તિગત સફર ખાસ કરીને તેમનું શિક્ષણ અને કારકિર્દી પણ એટલી જ રસપ્રદ અને પ્રેરણાદાયક છે.
ત્રિષા કૃષ્ણનની શિક્ષણની વિગતો
જન્મ: 4 મે 1983, ચેન્નાઈ (તમિલનાડુ).
સ્કૂલ: સેક્રેડ હાર્ટ મેટ્રિક્યુલેશન સ્કૂલ, ચેન્નાઈમાંથી પ્રારંભિક અને માધ્યમિક શિક્ષણ.
કોલેજ: ચેન્નાઈના એથિરાજ કોલેજ ફોર વુમેનમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) માં ગ્રેજ્યુએશન.
ત્રિષા ક્રિમિનલ સાયકોલોજિસ્ટ બનવા માંગતી હતી, પરંતુ કોલેજના સમયમાં મોડેલિંગ અને ફિલ્મોના ઓફર મળવાના કારણે તેમણે શિક્ષણ અધૂરુ મૂકી દીધું. 1999માં નાનકડા રોલથી તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું અને પછી તેલુગુ અને તમિલ ઇન્ડસ્ટ્રીમાં મોટી સફળતા મેળવી.
આનંદીબેન પટેલની દોહિત્રીનું બોલિવૂડમાં ગ્રાન્ડ ડેબ્યૂ: સત્યભામાના પાત્રમાં જોવા મળશે પાટીદાર પરિવારની દીકરી
ત્રિષાનું મૂળ સ્વપ્ન
ઘણા લોકોને ખબર નથી કે ત્રિષાનું મૂળ સ્વપ્ન ફિલ્મોમાં આવવાનું નહોતું. તેઓ ક્રિમિનલ સાયકોલોજિસ્ટ બનવા માંગતી હતી. પરંતુ કોલેજના સમયમાં જ તેમને મોડેલિંગના ઓફર મળવા લાગ્યા. તેમની સુંદરતા અને આત્મવિશ્વાસને કારણે તેઓ ઝડપથી આ ક્ષેત્રમાં ઓળખ મેળવવા લાગી.
આ દરમિયાન ફિલ્મોના પ્રસ્તાવો મળવા લાગ્યા અને અંતે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયે તેમની જીવનયાત્રાની દિશા જ બદલી નાખી.
ત્રિષા અને વિજય થલાપતિ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને તેમને કરીબી દોસ્ત માનવામાં આવે છે. વિજયની જીત પછી તેમના ઘરે મુલાકાતે જવાના સમાચારોએ ફરી ચર્ચા વેગ પકડી છે.




