Home International Pakistani Minister Khwaja Asif Said We Dont Want War After Giving Threat Of Nuclear War

આખરે કંગાળ પાકિસ્તાન ઔકાતમાં આવ્યું! : પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાનના મંત્રી પાણીમાં બેસી ગયાં, કહ્યું -‘‘અમે યુદ્ધ નથી ઇચ્છતાં’’

આખરે કંગાળ પાકિસ્તાન ઔકાતમાં આવ્યું!
Published by: OBS Bureau
Last Updated: Apr 28, 2025, 03:26 AM IST

કંગાળ પાકિસ્તાન ક્યારેય પોતાની હરકતો છોડવાનું નથી તે પહેલગામ હુમલાથી સાબિત થઇ ગયું છે. તેવામાં પાકિસ્તાનના મંત્રી ખ્વાજા આસિફે પરમાણુ યુદ્ધની ધમકી આપ્યા બાદ થોડા જ કલાકોમાં પલટી મારી છે. ખ્વાજા આસિફે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપ્યા બાદ કહ્યું કે, અમે યુદ્ધ નથી ઇચ્છતાં. પાકિસ્તાન ફરી એકવાર પહેલગામ આતંકવાદી હુમલા પર વાહિયાત અને શરમજનક દાવો કરી રહ્યું છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બેશરમીથી કહ્યું કે ભારતે પોતે જ આ હુમલો કર્યો હતો જેથી પાકિસ્તાનને બદનામ કરી શકાય. વિશ્વની સામે ખુલ્લા પડી ગયેલા પાકિસ્તાનના પ્રધાન હવે ભારત પર દોષારોપણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ખ્વાજા આસિફે ચેતવણીના સ્વરમાં કહ્યું કે પાકિસ્તાન યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો પરિસ્થિતિ ઊભી થાય તો તે ચોક્કસપણે જવાબ આપશે. તેમણે ભારત પર પાણીનો ઉપયોગ "શસ્ત્ર" તરીકે કરવાનો પણ આરોપ લગાવ્યો. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિ અંગે વિશ્વ બેંકનો દરવાજો ખટખટાવવાની વાત કરી રહ્યું છે.

આસિફે રશિયા, ચીન અને પશ્ચિમી દેશો પાસેથી પહેલગામ હુમલાની "આંતરરાષ્ટ્રીય તપાસ" ની માંગણી કરી ત્યારે મર્યાદા ઓળંગી ગઈ. પ્રશ્ન એ છે કે જ્યારે તેમના પોતાના ગુનાઓના પુરાવા દર વખતે બહાર આવી રહ્યા છે, તો હવે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કેમ કરવામાં આવી રહી છે? પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ આ જ સૂર ગાતા જોવા મળ્યા. તેમણે પણ આંતરરાષ્ટ્રીય તપાસની માંગણીનો પુનરોચ્ચાર કર્યો, કારણ કે તેઓ જાણે છે કે સત્ય હંમેશા પાકિસ્તાનના જુઠાણાને ઉજાગર કરે છે.

વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનને ડર છે કે પહેલગામ હુમલા પછી, ભારત તેને આખી દુનિયા સમક્ષ ઉજાગર કરશે. તેથી, હવે વાહિયાત નિવેદનો અને ખાલી ધમકીઓ આપીને ધ્યાન ભટકાવવાના નિરર્થક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video