Home Gujarat Pakistani Gangster Shahbaz Bhattis Fake Id Was Used To Collect Money

પાક. ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીની નકલી ID બનાવી રોફ જમાવતો : નકલી નોટો, છરી, બંદૂક સહિતનો મુદ્દામાલ ઝડપાયો, 5 દિવસના રિમાન્ડ

પાક. ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીની નકલી ID બનાવી રોફ જમાવતો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 04:48 AM IST

ભુજ શહેરમાં પાકિસ્તાની ગેંગસ્ટરના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી રોફ જમાવતો એક શખ્સ ઝડપાયો છે. એસઓજી પોલીસે આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકીને ઝડપી પાડ્યો છે, જે પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીની ગુનાહિત માનસિકતાથી પ્રેરાઈને ઇન્સ્ટાગ્રામ પર તેના નામે નકલી એકાઉન્ટ ચલાવતો હતો.

નકલી નોટોના કુલ 181 બંડલ મળી આવ્યા

બાતમીના આધારે પોલીસએ ભીડનાકા વિસ્તારમાંથી આરોપીને પકડી તેની ઘરતલાશી લીધી હતી, જેમાંથી પોલીસને 33 હજાર રૂપિયાની કિંમતનો 669 ગ્રામ ગાંજો, એક દેશી બનાવટની બંદૂક, જીવતા કાર્ટીજ, છરી, કુહાડી તેમજ ઠગાઈ કરવા માટે રાખેલા નકલી નોટોના કુલ 181 બંડલ મળી આવ્યા હતા.

બંદૂક માત્ર શોખ માટે રાખી હોવાનું પણ જણાવ્યું

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2024 દરમિયાન તેણે પાંચ વખત યુઝરનેમ બદલીને ગેંગસ્ટરના નામે બોગસ આઈડી બનાવી વીડિયો અપલોડ કર્યા હતા, જેથી લોકોમાં ભય ફેલાવી શકે. તેણે ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો અને બંદૂક માત્ર શોખ માટે રાખી હોવાનું પણ જણાવ્યું હતું.

આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા

આ સમગ્ર મામલે પોલીસે એનડીપીએસ એક્ટ, આર્મ્સ એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીના મોબાઈલને એફએસએલ તપાસ માટે મોકલ્યો છે. સાથે જ વધુ તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આ કેસમાં આગળ વધુ ખુલાસા થવાની શક્યતા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now