શાંતિ? આ મજાક હતી! ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયાના થોડા કલાકોમાં જ પાકિસ્તાને પોતાનો અસલી રંગ બતાવી દીધો. જમ્મુ અને કાશ્મીરની હવા ફરી ગનપાઉડરની ગંધથી ભરાઈ ગઈ. ડ્રોનની ગર્જના અને વિસ્ફોટોના પડઘાએ સાબિત કર્યું કે દુશ્મનની સિઝફાયરની વાતો પર વિશ્વાસ કરવા જેવો નથી.
સિઝફાયરની વાતોના 2 કલાક બાદ ડ્રોન હુમલાનો વરસાદ:
શનિવારે, બંને દેશો સંમત થયા કે હવે કોઈ લશ્કરી કાર્યવાહી થશે નહીં. પરંતુ પાકિસ્તાને પલટી ગયું! શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા, અને વિસ્ફોટોથી આખો વિસ્તાર હચમચી ગયો. સાંજ પડતાં જ, શ્રીનગરના બટવારા વિસ્તારમાં એક લશ્કરી થાણા પર એક ડ્રોન ફરતું જોવા મળ્યું. ભારતીય વાયુસેનાએ થોડીવારમાં જ તેને નષ્ટ કરી દીધો. આ કોઈ ચેતવણી નહોતી, તે એક ખુલ્લો હુમલો હતો!
દર 15 મિનિટે વિસ્ફોટ, શું આ 'યુદ્ધવિરામ' છે?
જમ્મુ અને કાશ્મીરમાં વિસ્ફોટો બંધ ન થયા,દર 15 મિનિટે એક નવો વિસ્ફોટ! અંધારામાં ભારતના એરોડોમે નાપાક ડ્રોમ ઇન્ટરસેપ્ટ કર્યા અને આકાશમાંથી ગર્જનાના અવાજથી લોકો ફરી ભયના માહોલમાં જોવા મળ્યા. જમ્મુ કશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ઉશ્કેરાયેલા સ્વરમાં કહ્યું, "આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે? શ્રીનગરના રસ્તાઓ પર હવાઈ સંરક્ષણ એકમો તૈનાત છે અને આકાશમાં વિસ્ફોટો થઈ રહ્યા છે!"
આખા જમ્મુ કશ્મીરમાં ડ્રોન હુમલાઓ:
જમ્મુ કશ્મીરના બારામુલ્લા, અનંતનાગ, વેરીનાગ, બાંદીપોરા, સફાપોરામાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો. કશ્મીર ઘાટીના દરેક ખૂણામાં દુશ્મનની ચાલાકી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. ભારત દ્વારા એક પછી એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યા, પરંતુ પ્રશ્ન એ છે કે - જ્યારે સરહદ પારથી આવા હુમલા થઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના ખોટા વચનો પર કેટલી વખત વિશ્વાસ કરવામાં આવશે?
વિસ્ફોટ, સાયરન, બ્લેકઆઉટ - જમ્મુ ફરી હચમચી ઉઠ્યું:
જમ્મુ અને ઉધમપુર જિલ્લામાં આખી રાત વિસ્ફોટ થતાં રહ્યાં. સાયરન વાગતાની સાથે જ વીજળી કાપી નાખવામાં આવી, અને લોકોને ભયના ઓછાયામાં રાત વિતાવવાની ફરજ પડી. દુશ્મન ડ્રોન ભારતીય સરહદમાં સતત ઘૂસણખોરી કરતા જોવા મળ્યા - પરંતુ હવે ભારતનો જવાબ પણ નિર્ણાયક હશે.
અખનૂર, રાજૌરી, નૌશેરા - બધા વિસ્તારો યુદ્ધના મેદાન બની ગયા:
પાકિસ્તાને મોર્ટાર અને નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો. આરએસ પુરા સેક્ટર અને રાજૌરી સરહદ પર ગોળીઓ ચલાવવામાં આવી. સુરક્ષા દળો સંપૂર્ણ તૈયારીમાં છે, પરંતુ એ સ્પષ્ટ છે - હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે.
ભારત હવે ચૂપ નહીં બેસે!
આ યુદ્ધવિરામ નથી, આ વિશ્વાસઘાત છે! ભારતે હવે શબ્દોથી નહીં, બંદૂકોથી જવાબ આપવો પડશે. પાકિસ્તાનના કાયરતાપૂર્ણ કાર્યો સાબિત કરે છે કે શાંતિ એકતરફી ઇચ્છાઓથી આવતી નથી. દુશ્મન જે મોકલે છે તેને પાછું આપવું જોઈએ - અને આ વખતે, દસ ગણી વધુ શક્તિ સાથે!
This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025





