પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ પાકિસ્તાન સરકારને આ સમય દરમિયાન તેમના સૈનિકોને મુક્ત કરવા અને બંધકોની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. અને હાલ પૂરતો આ નિર્ણય બદલાશે નહીં. વધુ વિગતો પહેલાં, ચાલો આપણે તમને એ પણ જણાવીએ કે આ ઘટના ક્યારે, કેવી રીતે અને ક્યાં બની.
જાફર એક્સપ્રેસ સવારે 9:00 વાગ્યે ક્વેટાથી પેશાવર માટે રવાના થઈ હતી. ટ્રેન બપોરે 1:30 વાગ્યે સિબી પહોંચવાની હતી, પરંતુ તે પહેલાં, બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મશકાફમાં બપોરે 1 વાગ્યે ટ્રેનને હાઇજેક કરવામાં આવી.
BLAએ બોલાનના મશકાફમાં ગુદાલાર અને પીરૂ કૂનરી વચ્ચે અપહરણ કર્યું હતું.
બલૂચ લિબરેશન આર્મીએ જબરદસ્ત આયોજન કર્યું હતું. તેમણે એક એવી જગ્યાએ ટ્રેનનું અપહરણ કર્યું જ્યાં એક ડુંગરાળ પ્રદેશ હતો. ખાસ વાત એ છે કે આ જગ્યાએ 17 ટનલ છે, જે ટ્રેનની ગતિને વધુ ધીમી કરે છે. BLAએ આનો ફાયદો ઉઠાવ્યો અને ટ્રેનને હાઈજેક કરી.
બલૂચ લિબરેશન આર્મીએ 8 નંબરની ટનલમાં રેલવે ટ્રેકને જ ઉડાવી દિધો. આ પછી, BLAના સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો, જેમાં ટ્રેનનો લોકો પાયલોટ ઘાયલ થયો હતો.
આ ટ્રેન પાકિસ્તાની સુરક્ષા દળો, પોલીસ અને ISIS એજન્ટોને લઈ જઈ રહી હતી જેઓ પંજાબ તરફ જઈ રહ્યા હતા. આ એજન્ટોએ હુમલાનો જવાબ આપ્યો.
અપહરણની માહિતી મળ્યા બાદ પાકિસ્તાની સેનાએ તરત જ સૈનિકોથી ભરેલી બીજી ટ્રેનને અપહરણ કરાયેલા વિસ્તાર તરફ રવાના કરી હતી. જો કે, તાજેતરની માહિતી અનુસાર, પાકિસ્તાની સેનાએ અત્યાર સુધીમાં 104 બંધકોને બચાવ્યા છે, જ્યારે બીએલએએ 30 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે





