પાકિસ્તાનની ટોચની સુરક્ષા સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક દરમિયાન આ નિર્ણયો લેવામાં આવ્યા. ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ક્ષેત્રમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ભારતની શિક્ષાત્મક કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાને અનેક પગલાં લેવાની જાહેરાત કરી છે, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા.
ગુરુવારે (૨૪ એપ્રિલ) ઇસ્લામાબાદે ભારતના કરેલી કાર્યવાહીનાં વિરુદ્ધમાં આ જાહેરાત કરી છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના પગલાથી સમસમી ઉઠ્યું અને કહ્યું કે કોઈપણ માર્ગ પરિવર્તનને યુદ્ધના કૃત્ય તરીકે ગણવામાં આવશે. ઇસ્લામાબાદે શિમલા કરાર અને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરી દીધા છે. ઉપરાંત પાકિસ્તાને વાઘા બોર્ડર પોસ્ટ તાત્કાલિક બંધ કરી દીધી છે. ભારતે બુધવારે (૨૩ એપ્રિલ) જાહેર કરેલા પગલાંના ભાગ રૂપે ક્રોસિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાને પણ શીખ ધાર્મિક યાત્રાળુઓ સિવાય ભારતીય નાગરિકો માટે તમામ સાર્ક વિઝા સ્થગિત કરી દીધા છે.
ઇસ્લામાબાદે ભારતીય સંરક્ષણ, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને 30 એપ્રિલ 2025 સુધીમાં દેશ છોડી દેવાનું કહ્યું છે; તેણે ભારતીય હાઇ કમિશનના સ્ટાફને પણ ઘટાડીને 30 કર્મચારીઓ કરી દીધા છે. ભારતે એક દિવસ પહેલા જ આવા જ પગલાં લીધા હતા.
પાકિસ્તાને તમામ ભારતીય માલિકીના અથવા સંચાલિત વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ કરી દીધું છે. ભારત સાથેના તમામ વેપારને સ્થગિત કરી દીધો છે, જેમાં ત્રીજા દેશ દ્વારા રૂટ કરાયેલા વેપારનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણયો પાકિસ્તાનની ટોચની સુરક્ષા સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક દરમિયાન લેવામાં આવ્યા હતા.
બુધવારે અગાઉ, ભારતે "સીમાપાર આતંકવાદ સામે નિર્ણાયક પ્રતિભાવ" ના ભાગ રૂપે પાકિસ્તાન સામે અનેક દંડાત્મક પગલાં લેવાની જાહેરાત કરી હતી.
એક મોટા પગલામાં, સરકારે કહ્યું કે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત રાખવામાં આવશે.
"૧૯૬૦ ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત રાખવામાં આવશે, જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અટલ રીતે સરહદ પાર આતંકવાદને સમર્થન આપવાનો ઇનકાર ન કરે,"
ભારત સરકારે લીધેલા અન્ય મુખ્ય પગલાંમાં શામેલ છે:
વાઘા ચેક પોસ્ટ તાત્કાલિક બંધ કરવામાં આવશે.
પાકિસ્તાન હાઇ કમિશનના લશ્કરી સલાહકારોને પરત પાકિસ્તાન ભેગા કરવામાં આવ્યા છે.
ભારતે સાર્ક દેશોની વિઝા યોજના હેઠળ આપવામાં આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોને વિઝા રદ કર્યા છે.
પાકિસ્તાને ગુરુવારે કહ્યું કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના પગલું "યુદ્ધ જેવું કૃત્ય" છે.
ભારત દ્વારા જળ સંધિને સ્થગિત કરવાના પગલાને પાકિસ્તાનના કૃષિ ક્ષેત્ર માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.






