પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બીએલએ એ જાફર એક્સપ્રેસ ટ્રેન ને હાઇજેક કરી લીધી જેમાં 400 થી વધુ મુસાફરો સવાર હતા. મુસાફરોને બંધક બનાવી લીધા ગયા અને કેટલાકની બાજુમાં આત્મઘાતી હુમલાખોર પણ બેઠા હતા. જેના કારણે રેસક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, 155 બંધકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે જ્યારે પાકિસ્તાન સરકારે આ મામલે ચૂપ્પી સાધી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ મંગળવારે ક્વેટા થી પેશાવર જતી ટ્રેન જાફર એક્સપ્રેસ ને બોલન દર્રામાં રોકી દીધી અને મુસાફરોને બંધક બનાવી લીધા.
આ દરમિયાન ખબર છે કે ક્વેટા રેલવે સ્ટેશન પરથી મોટી સંખ્યામાં તાબૂત મોકલવામાં આવી રહ્યા છે.
રોયટર્સનાં અહેવાલ મુજબ મંગળવારે લગભગ 50 અલગાવવાદી વિદ્રોહીઓએ રેલવે ટ્રેક ઉડાવી દીધઓ અને જાફર એક્સપ્રેસ પર રૉકેટ છોડ્યા, જેમાં 400 થી વધુ લોકો સવાર હતા.
આ ટ્રેન હાઇજેક થયાના 24 કલાક બાદ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. પહાડી વિસ્તારોમાં જ્યાં ટ્રેન છે, ત્યાંથી બંધકોને બચાવવા માટે સૈકડો સૈનિકો અને હેલિકોપ્ટર દળની ટીમો અભિયાન ચલાવી રહી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તેણે અત્યાર સુધી 155 મુસાફરોને બચાવ્યા છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે કેટલા લોકો આતંકવાદીઓની કેદમાં છે.
રોઇટર્સ મુજબ, ટ્રેનમાં સવાર મહંમદ અશરફ એ કહ્યું, "લોકો પર હુમલો કરવામાં આવ્યો... મુસાફરો ઘાયલ થયા અને કેટલાક મુસાફરોના મૃત્યુ થયા. પોલીસ અને રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન એક સુરંગમાં ફસાઈ ગઈ હતી અને ડ્રાઇવર ને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું.
બીએલએ એ ધમકી આપી છે કે જો બલૂચ રાજકીય કેદીઓ, કાર્યકરો અને લાપતા લોકોને સૈન્ય દ્વારા 48 કલાકની અંદર મુક્ત કરવામાં નહીં આવે, તો તે બંધકોને મારવાની શરૂઆત કરશે. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું કે ટ્રેનને કબ્જે કર્યા બાદ ઉગ્રવાદીઓએ મુસાફરોને ઉતારવાનું શરૂ કર્યું અને તેમની ઓળખ તપાસી રહ્યા હતા.
50 લોકોને સુરક્ષિત ક્વેટા લાવવામાં આવ્યા
આ ઘટનામાં અત્યાર સુધી બચાવાયેલા 50 થી વધુ લોકોને બુધવાર સવારે સુરક્ષા દળોની દેખરેખ હેઠળ ક્વેટા લાવવામાં આવ્યા, જ્યાં તેમના સગાઓ તેમની રાહ જોઈ રહ્યા હતા.
ક્વેટા રેલવે સ્ટેશન પર મોટી ભીડ
ક્વેટા રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. સુરક્ષા માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કોઈને પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી અને ન તો કોઈને સરકારી ઓફિસમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. હાલ, ક્વેટા રેલવે સ્ટેશન પર કર્ફ્યૂ જેવો માહોલ છે.






