ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની સહમતી તો થઈ ગઈ છે પરંતુ સીઝફાયર પહેલાં પાકિસ્તાની મીડિયા ભારત વિરૂદ્ધ સખત જૂઠ્ઠુાણુ ફેલાવ્યું હતું જેનો જવાબ રક્ષા મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સમાં આપવામાં આવ્યો.
#WATCH | Delhi: Colonel Sofiya Qureshi says, "Pakistan claimed that it damaged our S400 and Brahmos missile base with its JF 17, which is completely wrong. Secondly, it also ran a misinformation campaign that our airfields in Sirsa, Jammu, Pathankot, Bhatinda, Nalia and Bhuj were… pic.twitter.com/QOVrDBH899
— ANI (@ANI) May 10, 2025
રક્ષામંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સમાં કોમોડોર રઘુ નાયર, કર્નલ સોફિયા કુરેશી અને વીંગ કમાન્ડર વ્યોમિકા સિંહે તમામ માહિતી પર ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર
1. પાકિસ્તાન તરફથી એવી માહિતી ફેલાવામાં આવી હતી કે તેમના JF-17 ફાઈટર જેટથી બ્રામ્હોસ મિસાઈલ અને S-400 એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરવામાં આવી હતી જોકે આ બધી જ વાતો ખોટી છે.
#WATCH | Delhi: Colonel Sofiya Qureshi says, "Pakistan claimed that it damaged our S400 and Brahmos missile base with its JF 17, which is completely wrong. Secondly, it also ran a misinformation campaign that our airfields in Sirsa, Jammu, Pathankot, Bhatinda, Nalia and Bhuj were… pic.twitter.com/QOVrDBH899
— ANI (@ANI) May 10, 2025
2. પાકિસ્તાન તરફથી એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભારતે મસ્જીદ પર હુમલો કર્યો છે જોકે ભારતીય સેનાએ એક પણ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ નથી કર્યા.
3. ભારતના હુમલામાં પાકિસ્તાનના અનેક એર બેઝને નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાનની રક્ષા પ્રણાલીને સંપૂર્ણ પણ ધ્વસ્ત કરી છે.
4. વધુમાં જણાવ્યું કે ભારતીય સેના દેશની રક્ષા માટે સંપૂર્ણ સક્ષમ છે અને ભારતની અંખડતા અને સંપ્રભૂતા માટે ભારતીય સેના તૈયાર છે. સાથે ભારતના સૈન્ય ઠેકાણાઓ પણ સંપૂર્ણ સુરક્ષિત છે.
5. અમારા નિશાના પર આતંકીઓના અડ્ડા હતા.