Home International Pakistan Express Concern And Frustration Over Donald Trump F35 Fighter Jet Offer To India

USAની F-35 ફાઈટર જેટની ઓફર : ભડક્યું પાકિસ્તાન

USAની F-35 ફાઈટર જેટની ઓફર
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2025, 05:48 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એફ-35 ફાઈટર જેટ્સ ખરીદવાની ઓફર કરી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહયોગને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી.

ભારતને મળેલી ઓફરથી ભડક્યું પાકિસ્તાન

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતથી ભડકેલા પાકિસ્તાનથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ ખરીદવાની ઓફર અંગે ચિંતા વ્યક્ત કરી છે. કહ્યું કે આનાથી ક્ષેત્રમાં શક્તિનું અસંતુલન થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનને મારી લપડાક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત નિવેદનમાં આંતકવાદી હુમલાઓની નિંદા કરી હતી. મોદી અને ટ્રમ્પે કહ્યું, પાકિસ્તાને પોતાની જમીનનો ઉપયોગ સરહદ પાર આતંકવાદી હુમલાઓ કરવા માટે ના કરવો જોઈએ.
બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આતંકવાદ એક વૈશ્વિક સંકટ છે જેનો સામૂહિક રીતે સામનો કરવો જોઈએ અને વિશ્વના દરેક ખૂણેથી આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો નષ્ટ કરવા જોઈએ. તેઓએ અલ-કાયદા, ISIS, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સામે સહકાર મજબૂત કરવા માટે 26/11 ના મુંબઈ હુમલા અને 26 ઓગસ્ટ, 2021ના રોજ અફઘાનિસ્તાનમાં એબી ગેટ બોમ્બ વિસ્ફોટ જેવા હુમલાઓને રોકવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ટ્રમ્પ અને મોદીના દ્વિપક્ષીય સંબંધો અને વાતચીતથી પાકિસ્તાન સંપૂર્ણપણે અસ્વસ્થ થઈ ગયું છે.

શું કહ્યું પાકિસ્તાને?
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલીએ કહ્યું, અમે ગુરુવાર (13 ફેબ્રુઆરી, 2025) ના રોજ ભારત અને અમેરિકાના સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનના સંદર્ભને એકતરફી, ભ્રામક અને રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ માનીએ છીએ.

તેમણે કહ્યું, "અમને આશ્ચર્ય છે કે અમેરિકા સાથે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી સહયોગ છતાં, તેમના સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનનો સંદર્ભ ઉમેરવામાં આવ્યો છે. આવા સંદર્ભો આ ક્ષેત્રમાં અને તેનાથી બહાર આતંકવાદ અને ન્યાયેતર હત્યાઓના ભારતના પ્રાયોજનને ઢાંકી શકતા નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક