Home International Pakistan Afghanistan Border Clash Chaman

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફાયરિંગ : તુર્કિયેમાં શાંતિ સમજૂતિની ચર્ચા વખતે જ બોર્ડર પર ઘર્ષણ

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફાયરિંગ
Published by: OBS Bureau
Last Updated: Nov 06, 2025, 06:39 PM IST

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર ફરી તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે. ગુરુવારે ચમન બોર્ડર પાસે બંને દેશોની સેનાઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. અફઘાન સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની દળોએ અચાનક મોર્ટાર ફાયર કર્યા અને અફઘાન લશ્કરી ચોકીઓને નિશાન બનાવી તોપમારો કર્યો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશોના પ્રતિનિધિમંડળો તુર્કીમાં શાંતિ માટેની ત્રીજી રાઉન્ડની ચર્ચાઓ કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, ચમન ક્રોસિંગ જે અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતને જોડે છે ત્યાં પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કર્યો. લુકમાન ગામ નજીક થયેલી આ અથડામણ દરમિયાન પાકિસ્તાની દળોએ માત્ર અફઘાન લશ્કરી પોસ્ટ્સ જ નહીં, પરંતુ નાગરિક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા. આ હુમલામાં એક શોપિંગ કોમ્પ્લેક્સને નુકસાન પહોંચ્યું હોવાનું અફઘાન મીડિયા દ્વારા જણાવાયું છે. ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું.

પાછલા મહિને દોહામાં યોજાયેલી પ્રથમ રાઉન્ડની વાટાઘાટો પછી બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. ત્યારબાદ, બીજા રાઉન્ડમાં આ સમજૂતી 6 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. પરંતુ, ત્રીજી બેઠક શરૂ થતા જ પાકિસ્તાની સેનાએ કરારનું ઉલ્લંઘન કર્યું અને અફઘાન દળો સાથે અથડામણ શરૂ થઈ.

વાટાઘાટો દરમિયાન સરહદપારની આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદો વધ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પાકિસ્તાને તાલિબાન શાસન પર ફરી આરોપ મૂક્યો કે અફઘાન ભૂમિ પરથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને સહાય મળે છે. ઇસ્લામાબાદે અફઘાન સરકાર પાસેથી લેખિત ખાતરી માગી છે કે તે આવા જૂથોને પોતાની જમીન પર કાર્યરત રહેવાની મંજૂરી નહીં આપે.

બંને દેશો વચ્ચે વધતો તણાવ બતાવે છે કે સરહદ પરની સ્થિતિ હજી અસ્થિર છે અને શાંતિ માટેના પ્રયાસો સામે નવી અડચણો ઊભી થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ?
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર
પીએમ મોદીની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત
'ભારત અન્ય ભાગીદારો જેવું નથી, તે એક ઉભરતી મહાશક્તિ છે'
ઈરાનમાં ક્યારે આવશે સત્તા પરિવર્તન?