પહેલગામ આતંકી હુમલા પછી દિલ્હીમાં સર્વદળીય બેઠક યોજાઈ. આ દરમિયાન બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે પહેલગામ આતંકી હુમલા અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સર્વદળીય બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ પક્ષોએ આ ઘટનાની નિંદા કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સરકારના કોઈપણ પગલાનું સમર્થન કરશે.
#WATCH | Delhi: After attending the all-party meeting convened by the central government, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "Everyone condemned the #PahalgamTerroristAttack. The opposition has given full support to the government to take any action." pic.twitter.com/VOM80eiSuo
— ANI (@ANI) April 24, 2025
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, વિદેશ મંત્રી એસ જયશંકર, કૉંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય અગ્રણી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
આ ઉપરાંત રામ ગોપાલ યાદવ (SP), સુપ્રિયા સુલે (NCP-SP), શ્રીકાંત શિંદે (NCP), પ્રફુલ પટેલ (NCP), પ્રેમ ચંદ ગુપ્તા (RJD), તિરુચી સિવા (DMK), સસ્મિત પાત્રા (BJD), સંજય સિંહ (AAP), સુદીપ બંદોપાધ્યાય (TMC), મિથુન રેડ્ડી (BJP) અને એનઆરસી વાય (BJP) સભામાં પણ હાજર હતા.
#WATCH | Delhi: All-party meeting called by the Central Government underway at the Parliament Annexe building
— ANI (@ANI) April 24, 2025
Union HM Amit Shah, Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar are also present
#PahalgamTerroristAttack pic.twitter.com/Ntt27DETDo
સર્વદળીય બેઠકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી
2019માં પુલવામા હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા હતા. હુમલા પછી ભારતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન સામે કડક જવાબી પગલાં લીધા છે. બુધવારે, ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતે 1960ની સિંધુ જળ સંધિને ત્યાં સુધી રોકી રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ના કરે. આ સાથે જ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ્દ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.





