Home International Pahalgam Terror Attack Why No Terrorist Attacks In China

ચીનમાં કેમ નથી થતાં આતંકવાદી હુમલા? : આ છે સૌથી મોટુ કારણ

ચીનમાં કેમ નથી થતાં આતંકવાદી હુમલા?
Published by: OBS Bureau
Last Updated: Apr 26, 2025, 05:13 PM IST

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ફરી એકવાર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે કારણ કે પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી કે દુનિયાના કોઈપણ દેશમાં આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓનો હાથ હોવાનું સામે આવ્યું છે. દુનિયાના ઘણા દેશો આ પ્રકારના આતંકવાદથી પરેશાન છે, પરંતુ શું તમે ક્યારેય ચીનમાં આતંકી હુમલાના સમાચાર સાંભળ્યા છે?

છેલ્લા કેટલાક વર્ષોના ઈતિહાસ પર નજર કરીએ તો ચીન એવો દેશ છે જ્યાં આતંકવાદી હુમલાઓ લગભગ નહિવત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાભરમાં આતંક ફેલાવનારા આતંકવાદીઓ ચીનને નિશાન કેમ નથી બનાવતા? ચાલો જાણીએ

પાકિસ્તાન સાથે મિત્રતા

જ્યારે પણ દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી હુમલો થાય છે ત્યારે તેની પાછળ પાકિસ્તાની ષડયંત્રની વાત હંમેશા થાય છે. દુનિયાના અનેક મોટા આતંકવાદી સંગઠનોને પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા ISIનું સમર્થન છે એ વાત કોઈનાથી છુપી નથી. જોકે, ચીનમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને હુમલા ન થવાનું સૌથી મોટું કારણ ચીન અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા છે. પાકિસ્તાન સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રે મોટાભાગે ચીન પર નિર્ભર છે. ચીને પાકિસ્તાનને જંગી માત્રામાં સંરક્ષણ સાધનો અને નાણાં આપ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ચીનમાં કોઈપણ આતંકવાદી હુમલો કરીને પોતાના પગ પર કુહાડી ના મારી શકે.

કડક સુરક્ષા વ્યવસ્થા

ચીનમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક માનવામાં આવે છે અને ચીનની સરકાર આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ પોલિસી' અપનાવે છે. સરકારે આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે વિશેષ સુરક્ષા દળોની પણ રચના કરી છે. આ સિવાય ચીને પોતાના નાગરિકોની સુરક્ષા માટે ઘણા કડક પગલાં પણ લીધા છે, જે આતંકવાદ સામે લડવામાં ચીનને મદદ કરે છે.

સરહદો પર કડક દેખરેખ

ચીનના પડોશી દેશોમાં ભારત અને પાકિસ્તાન જેવા મોટા દેશોનો સમાવેશ થાય છે. ચીન સાથેની મિત્રતાના કારણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ચીનમાં ઘૂસણખોરી કરતા નથી અને ભારત ક્યારેય આતંકવાદને સમર્થન કરતું નથી. ચીનમાં આતંકવાદીઓની ઘૂસણખોરી ન થવાનું આ એક મોટું કારણ છે. આ સિવાય ચીને પોતાની સરહદો પર કડક દેખરેખ સિસ્ટમ વિકસાવી છે, જેથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને રોકી શકાય.

આર્થિક વૃદ્ધિ અને સારુ રોજગાર

ચીને છેલ્લા કેટલાક દાયકાઓમાં ઝડપી આર્થિક વૃદ્ધિનો અનુભવ કર્યો છે, જેણે તેના નાગરિકોના જીવનમાં સુધારો કર્યો છે. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ચીનમાં રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ છે. આતંકવાદને ચીનના સ્થાનિક નાગરિકો તરફથી સમર્થન ન મળવાનું આ એક મોટું કારણ છે. બીજી તરફ, ચીનની સરકારનું ધ્યાન પણ વધુ સારા શિક્ષણ અને જાગૃતિ પર છે, જેથી અહીંના નાગરિકો આતંકવાદી વિચારધારાને સમર્થન ન આપે અને તેનાથી જાગૃત રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video