નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ઝિપલાઈન ઓપરેટરની પૂછપરછ કરશે. આ કાર્યવાહી પ્રત્યક્ષદર્શી ઋષિ ભટ્ટના નિવેદન પછી કરવામાં આવી રહી છે. જેમાં તેમણે ઓપરેટરની પૂછપરછની માંગ કરી હતી. ઋષિએ દાવો કર્યો હતો કે ગોળીનો અવાજ સાંભળ્યા બાદ ઓપરેટરે કથિત રીતે ઈસ્લામિક નારા લગાવ્યા હતા અને પછી તેને ઝિપલાઈન પર આગળ મોકલ્યો હતો. NIA અને જમ્મુ-કાશ્મીર પોલીસ હવે આ મામલે ઓપરેટરની ફરી પૂછપરછ કરશે.
ઋષિ ભટ્ટે કહ્યું કે તેમને આતંકવાદી હુમલા વિશે કોઈ જાણકારી નહોતી. તે મનોરંજન માટે વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો. ગોળીબાર લગભગ બપોરે 2.30 વાગ્યે થયો હતો.
ઋષિ ભટ્ટે કહ્યું, 'મેં જોયું કે 4 થી 5 આતંકવાદીઓ લોકોનો ધર્મ પૂછીને ગોળી મારી રહ્યા હતા. જ્યારે હું ઝિપલાઈન પર હતો, ત્યારે ઝિપલાઈન ઓપરેટર પહેલા સામાન્ય રીતે વર્તતો હતો. જો કે નીચેથી ફાયરિંગનો અવાજ સાંભળતા જ તેણે ‘અલ્લાહ હુ અકબર’ની બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું.





