Home International Pahalgam Attack Pakistani Journalist Arzoo Kazmi Statement Said Pakistan Government Should Come Forward

પહલગામ હુમલા પર પાકિસ્તાની પત્રકાર : આરઝૂ કાઝ્મીનું મોટુ નિવેદન

પહલગામ હુમલા પર પાકિસ્તાની પત્રકાર
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 06:18 PM IST

પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સંગઠન TRFએ લીધી છે. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CCSએક મોટી બેઠક બોલાવી. આ મુદ્દે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું કે, જો પાકિસ્તાન કે ભારતમાં કંઈ થાય છે તો અમે એકબીજા પર આરોપ લગાવીએ છીએ. પાકિસ્તાન સરકારે આ હુમલા પર ખેદ વ્યક્ત કર્યો છે, પરંતુ પાકિસ્તાન સરકારે આગળ આવીને ભારત સરકાર સાથે વાત કરવી જોઈએ.


પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ શું કહ્યું?
અરઝૂ કાઝમીએ કહ્યું, 'આ અંગે તપાસ થવી જોઈએ અને પાકિસ્તાનથી કાર્યરત તમામ આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને તેમને રોકવું જોઈએ. ક્યાં સુધી આપણે જોતા રહીશું કે જ્યારે પણ ભારતમાં કંઇક થાય છે ત્યારે પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કંઈક થાય તો તેઓ ભારતનું નામ લે છે. અમે એમ કહીને જવાબદારીમાંથી છટકી શકીએ નહીં કે અમે કંઈ કર્યું નથી અને આ બધું પોતાની મેળે થયું છે. તેથી પાકિસ્તાન સરકારે આગળ આવવું જોઈએ. તપાસ થકી બધુ સ્પષ્ટ થવુ જોઈએ. પાકિસ્તાનમાં જે લોકો આમાં સામેલ છે તેમને સંપૂર્ણ સજા થવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video