Home International Oyo Will Not Give Room To Unmarried Couple

OYOનો મોટો નિર્ણય : OYOમાં કપલની એન્ટ્રી પર પ્રતિબંધ..મેરેજ સર્ટિફિકેટ બતાવશો તો જ મળશે રૂમ

OYOનો મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2025, 02:35 PM IST

OYO રૂમના નામથી કોઈ અજાણ નથી. પરંતુ હવે આ કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે. ઓયો રૂમમાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની એન્ટ્રી નહીં થાય. લિવ ઈન કપલ્સને પણ મુશ્કેલી પડી શકે છે.OYO દિલ્લી-એનસીઆરમાં ઓયો રૂમ બુક કરાવનારને એક મોટો ઝટકો લાગી શકે છે. હવે રૂમ કપલે રૂમ બુક કરાવતા પહેલા મેરેજ સર્ટિફિકેટ બતાવવું પડશે. એ બાદ જ તમને રૂમ મળી શકશે. નવા નિયમો પ્રમાણે ઓયોમાં લગ્ન ન થયા હોય તેવા યુગલોને OYOમાં એન્ટ્રી નહીં મળે.

આ પ્રયોગની શરૂઆત સૌથી પહેલા ઉત્તર પ્રદેશના મેરઠથી કરવામાં આવી છે, ત્યારબાદ તેને દરેક શહેર અને રાજ્યમાં લાગુ કરવામાં આવશે. ઓયોએ હોટલ સંચાલકોને અપરિણીત યુગલોને રૂમ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. હાલના તબક્કે આને ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.ઓનલાઈન રૂમ બુક કરાવનારને પણ મેરેજ સર્ટિફિકેટ બતાવ્યા વિના રૂમ નહીં મળે. નવા નિયમો પ્રમાણેહાલ તો મેરઠમાં આ નિયમ લાગૂ પાડી દેવામાં આવ્યો છે.હાલ તેનો કડકાઈથી પાલન કરાવવામાં આવી રહી છું. તેના ફીડબેક જોઈને જ અન્ય શહેરોમાં તેનો અમલ કરવામાં આવશે.

આ નિયમ માત્ર જે યુગલોના લગ્ન નથી થયા તેના માટે જ છે. અન્ય લોકો જેવા કે વિદ્યાર્થી, એકલા પ્રવાસ કરનાર, પરિવાર, ધાર્મિક કે બિઝનેસ ટૂરિસ્ટ માટે આ નિયમ લાગૂ નથી પડતો. ઓયો કંપનીને મેરઠથી આ મામલે કાર્યવાહી કરવાની વિનંતી મળી હતી. ઘણી સામાજિક સંસ્થાઓએ અપીલ કરી હતી કે તેઓ અપરિણીત યુગલોને બિલકુલ ચેક-ઈન કરવા ન દે. આ મામલે અનેક શહેરોમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે.ઓયોનો આ નિર્ણય અનમેરિડ કપલ માટે ઝટકા સમાન હોય શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ