Home Gujarat Orange Alert In 18 Districts Of Gujarat Yellow Alert In 15 Districts

ગુજરાતના 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 15માં યલો એલર્ટ : આજે આ જિલ્લાઓમાં મેઘરાજા ભુક્કા બોલાવશે

ગુજરાતના 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 15માં યલો એલર્ટ
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 04:25 AM IST

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો હતો, જેમાં અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. આજે પણ શહેરના આકાશમાં ભારે વાદળો જોવા મળી રહ્યાં છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યભરમાં વધુ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ 7મી જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાતના 10 વાગ્યાથી સવારે 1 વાગ્યા સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડશે.

ઓરેન્જ અને યેલો એલર્ટ
હવામાન વિભાગે રાજ્યના 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા 15 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યો છે. ઓરેન્જ એલર્ટ હેઠળ આવતા મોટા જિલ્લાના નામ નીચે મુજબ છે:

ડાંગ, તાપી, વલસાડ, નવસારી

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી

મહીસાગર, દાહોદ, ગાંધીનગર વગેરે

માછીમારોને દરિયો ખેડવા મનાઈ
દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન અને ઉંચી મોજાઓની શક્યતા હોવાને કારણે માછીમારોને દરિયો ખેડવા નહિ જવાની સૂચના આપવામાં આવી છે. લોકોના સુરક્ષા હિતમાં રાહત દળો અને સ્થાનિક તંત્ર દ્વારા સતર્કતાનો ધ્યાને લેવાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now