Home International Operation Sindoor Live Updates Indian Armed Forces Precision Strike At Terrorist Camps Pakistan Pok

Opereation Sindoor : ભારતનો જબરજસ્ત મિસાઈલ હુમલો, પાકિસ્તાની વાયુસેનાને પણ ખબર પણ ન પડી

Opereation Sindoor
Published by: OBS Bureau
Last Updated: May 06, 2025, 10:59 PM IST

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યા. ઓપરેશન સિંદૂર ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ફાયટર વિમાનોએ હવાઈ હુમલા કર્યા જ્યારે સેનાએ મિસાઈલોનો ઉપયોગ કર્યો, ત્યારે પાકિસ્તાની એર ડિફેન્સને કોઈ ખ્યાલ નહોતો કે ભારતે મિસાઇલ લોન્ચ કરી છે. ભારતે આ મિસાઇલો પોતાની સરહદથી લોન્ચ કરી હતી.

જૈશ અને હિઝબુલના તાલીમ કેન્દ્રોનો નાશ, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા

પાકિસ્તાની મીડિયા સંગઠનો અનુસાર, ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં જામી મસ્જિદ સુભાનઅલ્લાહ પર પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ મસ્જિદ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક છે. પાકિસ્તાનના કોટલીમાં હિઝબુલ મુજાહિદ્દીનનું એક તાલીમ કેન્દ્ર છે. મુઝફ્ફરાબાદમાં લશ્કરનું તાલીમ કેન્દ્ર અને હિઝબુલ મુજાહિદ્દીનનું મુખ્ય મથક છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી ઠેકાણા હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના અડ્ડાઓ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video